Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Car driver loses control causes fatal accident

VIDEO : કાર ચાલકે કાબુ ગુમાવતા થયો ભયંકર અકસ્માત, ગાડી પલટીને તળાવમાં ખાબકી

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : x.com: Deadly Kalesh

કર્ણાટકના શિવમોગા જિલ્લાના હોસાનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે. આ ઘટનાએ લોકોને એ શીખવ્યું છે કે ઝડપ અને બેદરકારીથી વાહન ચલાવવું કેટલું ખતરનાક હોઈ શકે છે. આ વિડિયોમાં એક ઝડપથી આવતી બલેનો કાર અચાનક કાબુ ગુમાવે છે અને રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં પડી જાય છે. આ સમગ્ર ઘટનાને ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી, અને હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

App Store

આ વિડિયો ક્લિપમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કાર સ્પીડ લિમિટથી ઉપર જઈ રહી છે. જેમ જેમ તે વળાંકની નજીક પહોંચે છે, તેમ તેમ ડ્રાઇવર કાબુ ગુમાવે છે. રસ્તા પર વળવાને બદલે કાર સીધી લપસી જાય છે અને થોડીક સેકન્ડોમાં તળાવમાં પડી જાય છે. આ ઘટના એટલી અચાનક બની હતી કે જોનારાઓ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ જાય છે. સ્થાનિક લોકો કહે છે કે જે વિસ્તારમાં આ અકસ્માત થયો છે ત્યાં ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે.

કાર ચાલનો બચ્યો જીવ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે કાર જે રીતે તળાવમાં લપસી ગઈ તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ડ્રાઇવરે બ્રેક મારતી વખતે અથવા વળતી વખતે કાબુ ગુમાવ્યો હતો. જો તે જ સમયે બીજું વાહન નજીક આવ્યું હોત અથવા રાહદારીઓ રસ્તા પર ચાલતા હોત, તો અકસ્માત વધુ વિનાશક બની શક્યો હોત.

અકસ્માત પછી તરત જ નજીકના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા અને ઝડપથી સવાર લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. રહેવાસીઓનું કહેવું છે કે તેમન ડર હતો કે કાર તળાવમાં પડતાની સાથે જ ડૂબી જશે, પરંતુ સદનસીબે કારની વિન્ડો અને ડોર સમયસર ખોલવામાં આવ્યા હતા, અને બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.