VIDEO : આખલાની તાકાત તો જુઓ, કારને એવો ધક્કો માર્યો કે ભુક્કો....
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વિડિયો તમારા રૂંવાડા ઊભા કરી શકે છે. તેમાં એક આખલો પોતાની તાકાત એવી રીતે બતાવે છે કે તમે દંગ રહી જશો. મેક્સિકોના ગુઆડાલજારાનો આ વિડિયો બતાવે છે કે કેવી રીતે એક ગુસ્સે ભરાયેલો આખલો અચાનક રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કાર પર હુમલો કરે છે.
વિડિઓમાં તમે જોઈ શકો છો આખલો એટલી સરળતાથી કારને ધક્કો મારે છે જાણે તે કોઈ રમકડું હોય. પછી એક જ ક્ષણમાં કાર દિવાલ સાથે અથડાઈ જાય છે અને તેને ભારે નુકસાન થાય છે. આ પછી પણ આખલો કાર પર પોતાનો ગુસ્સો કાઢવાનું ચાલુ રાખે છે. હાલ આ વિડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે, અને લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના લોકો આખલાની તાકાત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે, કેટલાક લોકોએ પ્રાણી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, કારણ કે વિડિયોમાં આખલાના શરીરમાંથી લોહી વહેતું દેખાય છે.

