Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : A glimpse of Sanatana Dharma in a foreign land

VIDEO : વિદેશની ધરતી પર સનાતન ધર્મની ઝલક, દૃશ્યોમાં જુઓ ગંગા આરતીનો અદ્દભૂત નજારો

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : instagram : akashkawale10

તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુબઈ વિશે અનોખા અને મનમોહક તથ્યો જોયા હશે. આ વખતે આવી જ એક મનમોહક દશ્યો જણાવવા જઈ રહ્યા છીએ. ખરેખર, દુબઈ શિફ્ટ થયેલા એક ભારતીય વ્લોગરે યુએઈના અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેણે ગંગા આરતી જોયા પછી પોતાનો અનુભવ શેર કર્યો. તે વ્યક્તિએ તેની યાત્રાનો સંપૂર્ણ વ્લોગ બનાવ્યો જેને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

App Store

મહત્ત્વનું છે કે BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તે અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર છે. ગુલાબી રેતીના પથ્થર અને ઇટાલિયન આરસપહાણથી બનેલ આ મંદિર પરંપરાગત હિન્દુ સ્થાપત્ય સિદ્ધાંતોને મૂર્તિમંત કરે છે અને આ પ્રદેશમાં સાંસ્કૃતિક સંવાદિતાનું પ્રતીક છે. અહીં દરરોજ ગંગા આરતી કરવામાં આવે છે, જે ભક્તો અને અન્ય લોકોને ભારતની યાદ અપાવે તેવો આધ્યાત્મિક અનુભવ આપે છે.