Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : A unique city in America that promotes gifting culture

VIDEO: અમેરિકામાં ગિફ્ટિંગ કલ્ચરને પ્રોત્સાહન આપતું અનોખું સિટી 

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : x

કલ્પના કરો કે, તમે એક વિશાળ રણમાંથી પસાર થઈ રહ્યાં છો. જેમાં ચારેબાજુ રેતી જ રેતી છે. આવામાં રણમાં ફરતાં ફરતાં એક આખું સિટી જોવા મળે તો...ચોંકી જવાયને..? અમેરિકાના નેવાડાના બ્લેક રોક ડેઝર્ટમાં કંઈક આવો જ સીન જોવા મળે છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાના એન્ડમાં લગભગ 70,000 લોકો આ વેરાન રણમાં પ્રાણ ફૂંકે છે. 

App Store

સૌથી સારી વાત એ કે, આ ઈવેન્ટમાં કોઈ જ કોર્પોરેટ સ્પોનર્સ નહીં, જાહેરાતોના બોર્ડ નહીં અને દુકાનો શુદ્ધાં નહીં. આખેઆખું બ્લેક રોક સિટી ગિફ્ટિંગના કલ્ચર પર ધમધમે છે. કોઈ તમને એક કપ ચા ગિફ્ટમાં આપે તો કોઈ હાથથી બનાવેલી યાદગાર ગિફ્ટ. અનોખા કલ્ચરને કારણે આ ફેસ્ટિવલ દરેક ઉંમર વર્ગના લોકોને આકર્ષિત કરે છે. 

હાલમાં વિશ્વભરમાં પોપ્યુલર એવા ફેસ્ટિવલની શરુઆત 1980ના દાયકામાં થઈ હતી. થોડા મિત્રોએ ભેગા થઈને સાન ફ્રાન્સિસ્કોના બીચ પર એક લાકડાનું સ્ટેચ્યુ બનાવ્યું અને તેને આગને હવાલે કરી દીધું હતું. ત્યારબાદથી આ રાવણ દહન જેવી ટેમ્પલ બર્ન પ્રથા નેવાડા પહોંચી હતી. દિવસે ભયંકર ગરમી અને રાત્રે કડકડતી ઠંડી વચ્ચે 10 દિવસ ચાલતો બર્નિંગ મેન ફેસ્ટિવલ અનેક રીતે ખાસ છે. ફેસ્ટિવલમાં ભાગ લેનારા લોકો જાયન્ટ આર્ટ ઈન્સ્ટોલેશનની સાથે થીમ આધારિત કેમ્પ બનાવે છે. 

આપણે ત્યાં મેળા બાદ સ્વચ્છતાની સમસ્યા જોવા મળતી હોય છે. પરંતુ આ ફેસ્ટિવલના સમાપન બાદ તેની સાફસફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ફેસ્ટિવલમાં ભાગ લેનારા તેને ‘લીવ નો ટ્રેસ’ કહે છે. જેમાં સ્થળ એવું સરસ સાફ કરવામાં આવે છે કે, હવાઈ નિરીક્ષણ દરમિયાન ફેસ્ટિવલનો કોઈ પૂરાવો જોવા નથી મળતો. કેટલાક કપલ્સ લગ્ન માટે આ ફેસ્ટિવલની રાહ જુએ છે. તો કેટલાક પોતાના પ્રિયજનોની અસ્થિઓ મંદિરમાં મૂકે છે. આ ફેસ્ટિવલની સફળતા બાદ તેના અનેક સંસ્કરણો જોવા મળી રહ્યાં છે. સાઉથ આફ્રિકામાં આફ્રિકા બર્ન અને ઈઝરાયેલમાં મિડબર્ન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.