Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : A scary video has gone viral on social media

VIDEO: ચાલુ થારનો દરવાજો ખોલી બહાર લટક્યો યુવક! સોશિયલ મીડિયામાં વાયરલ થયો ડરાવનો વીડિયો

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુરુગ્રામના દ્વારકા એક્સપ્રેસવે પર સોશિયલ મીડિયા રીલ્સ શૂટ કરવા માટે કાળી થાર ગાડીથી ખતરનાક સ્ટંટ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક તેજ સ્પીડમાં થાર ચલાવતા દરવાજો ખોલીને બહાર લટકતો જોવા મળી રહ્યો છે. ગાડીમાં કેટલીક ચળકતી લાઈટો પણ લગાવેલી છે. ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે વાયરલ વીડિયોની નોંધ લઈને તપાસ શરૂ કરી છે અને ગાડીનો નંબર ટ્રેસ કરવા માટે સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

App Store

સ્ટીયરિંગ છોડીને દરવાજેથી લટક્યો

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સાંજના સમયે થાર ગાડી એક્સપ્રેસવેની સર્વિસ લેન પર ખૂબ જ ઝડપથી દોડી રહી છે. ગાડી ચલાવી રહેલા યુવકે આગળનો દરવાજો ખોલી રાખ્યો છે અને જીન્સ-કાળા ટી-શર્ટમાં સજ્જ આ યુવક દરવાજાથી બહાર લટકીને સ્ટંટ કરી રહ્યો છે. થારની નીચે ગેરકાયદેસર રીતે પર્પલ રંગની અંડરગ્લો લાઈટ પણ બળતી દેખાય છે.

ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે હાથ ધરી તપાસ

મામલો સામે આવતા જ ગુરુગ્રામ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ચાલુ ગાડીમાંથી બહાર નીકળવું, ખતરનાક રીતે વાહન ચલાવવું અને ગાડીમાં ગેરકાયદેસર મોડિફિકેશન કરવું એ મોટર વહિકલ એક્ટનો ગંભીર ભંગ છે. એવું માનવામાં આવે છે કે આ ઘટનામાં અન્ય લોકો પણ સામેલ હતા. થારની પાછળ ચાલી રહેલી બીજી ગાડીમાં બેઠેલા તેના સાથીએ આ ખતરનાક સ્ટંટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

સ્ટંટબાજ અને વીડિયો બનાવનાર બંને સામે થશે કડક કાર્યવાહી

પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી થાર ગાડીનો નંબર શોધી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સ્ટંટ કરનાર યુવકની સાથે વીડિયો શૂટ કરનાર તેના સાથી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ પર ભારે દંડ ફટકારવા ઉપરાંત વાહન સીઝ કરવા અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News