VIDEO: થાઈલેન્ડમાં ચાલુ મેચમાં વીજળી પડી, ખેલાડીનું દર્દનાક મોત
સોર્સ : gstv
દક્ષિણ થાઇલેન્ડમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડવાથી 24 વર્ષીય થાઇ ફૂટબોલર સોફવાન અવાએનું દર્દનાક મોત થયું છે, જ્યારે અન્ય 12 ખેલાડીઓ ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આઘાતજનક વીડિયોમાં જોઈ શકાય છે કે ખેલાડીઓ વરસાદ વચ્ચે ફૂટબોલ રમી રહ્યા હતા, ત્યારે જ અચાનક પિચ પર વીજળી પડી હતી અને જોરદાર ધમાકો થયો હતો. અહેવાલો અનુસાર, વિંગર તરીકે રમતા અવાએનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, આ દુર્ઘટના ગોલોક FA કપ દરમિયાન બની હતી, જે એક લોકલ ટૂર્નામેન્ટ છે જેમાં એમેચ્યોર અને થાઇ-મલેશિયન ટીમો ભાગ લે છે. આ મેચ અવાએની ટીમ SAMCOLTS અને અબુ x નોંગ સિરિન વચ્ચે રમાઈ રહી હતી.

