Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The robbers snatched the writer's purse from the moving rickshaw in Ahmedabad and fled

અમદાવાદમાં ચાલુ રીક્ષામાંથી લેખિકાનું પર્સ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર, પોલીસે શરૂ કરી તપાસ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં ચાલુ રીક્ષામાંથી લેખિકાનું પર્સ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર, પોલીસે શરૂ કરી તપાસ
સોર્સ : gstv

અમદાવાદના મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તેઓ રીક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ચાલુ રીક્ષામાંથી તેમનું પર્સ ઝૂંટવી લીધું હતું. પર્સમાં બે મોબાઇલ ફોન, એક ઘડિયાળ તેમજ રોકડ રકમ સહિતની કિંમતી વસ્તુઓ હતી.

App Store

ઘટનાના પગલે કાજલ ઓઝા વૈદ્યએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.