Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : 4 girls trapped in the lift, started reciting Hanuman Chalisa out of fear

VIDEO: લિફ્ટમાં ફસાઈ 4 છોકરીઓ, ડરના માર્યે શરુ કરી દીધો હનુમાન ચાલીસાનો પાઠ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગ્રેટર નોઈડા વેસ્ટની એક હાઈરાઈઝ સોસાયટીમાં લિફ્ટ અટકી જવાનો બનાવ સામે આવ્યો છે. સોમવારે રાત્રે ગેલેક્સી વેગા સોસાયટીની લિફ્ટમાં ચાર બાળકી ફસાઈ ગઈ હતી. આ દરમિયાન ડરી ગયેલી બાળકીઓએ હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દીધો હતો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

App Store

સોસાયટીના રહિશોના જણાવ્યા મુજબ, લિફ્ટ અચાનક અટકી ગઈ હતી અને થોડા સમય માટે અંદર અંધારું છવાઈ ગયું હતું. જોકે, થોડા સમય બાદ લાઇટ ફરી શરૂ થઈ ગઈ, પરંતુ ત્યાં સુધીમાં બાળકીઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

બાળકીઓ લગભગ 30 મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ રહી હતી. આ દરમિયાન ડરના માહોલમાં તેમણે લિફ્ટની અંદર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કર્યો હતો. સોસાયટીના રહિશોનો દાવો છે કે લિફ્ટ લગભગ અડધો કલાક સુધી બંધ રહી હતી, ત્યારબાદ મેન્ટેનન્સ ટીમે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.

આ ઘટનાનો વીડિયો પણ સોસાયટીના રહિશોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમનો આરોપ છે કે સોસાયટીમાં લિફ્ટોની હાલત સારી નથી અને આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાર બાળકી લિફ્ટની અંદર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરતી જોવા મળી રહી છે.