Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Yuzvendra Chahal file defamation case against Taniya Chatterjee

VIDEO: અભિનેત્રી તાનિયા ચેટર્જીનો વધુ એક દાવો, ઇન્સ્ટાગ્રામ પર મેસેજનો વીડિયો વાયરલ થયા બાદ યુઝવેન્દ્ર ચહલે કર્યો માનહાનિનો કેસ

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Bollywoodflash

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી ગયો છે. બી-ગ્રેડ ફિલ્મ અભિનેત્રી તાનિયા ચેટર્જી ચહલના મેસેજ બતાવીને ખરાબ રીતે ફસાઈ ગઈ છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે, ચહલે મારી સામે માનહાનિનો કેસ કર્યો છે. ત્યારબાદ આ કન્ટ્રોવર્સી ચર્ચામાં આવી ગઈ છે. તો ચાલો જાણીએ કે આ સમગ્ર વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો.

App Store

ચહલ કોર્ટ પહોંચ્યો

બોલ્ડ OTT વેબ સિરીઝ માટે જાણીતી તાનિયા ચેટર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ચહલની ટીમે તેને મેસેજ ડિલીટ કરવા માટે કહ્યું. તાનિયાનું કહેવું છે કે, "જ્યારે મેં મેસેજ ડિલીટ ન કર્યા, ત્યારે ચહલે મારી સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો."

તાનિયાએ પાપારાઝી સામે આવીને કહ્યું કે, "મને આઈડિયા નહતો કે, આ વીડિયો આટલો વાઈરલ થઈ જશે. અને લોકો મને જ સૌથી વધુ ટ્રોલ કરી રહ્યા છે. હું જ બદનામ થઈ રહી છું. તેમનું તો ઠીક છે, કંઈ થઈ જ નથી રહ્યું. તેમને તો કોઈ કંઈ કહી જ નથી રહ્યું, બધા મારી વિરુદ્ધ છે. તેમણે મારી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. સાચું કહું તો, મને તો આ ખૂબ જ બકવાસ લાગ્યું. કારણ કે અહીં માનહાનિનો કેસ બનતો જ નથી."

'મેં તેની છબી ખરાબ નથી કરી'

અભિનેત્રીએ આગળ કહ્યું કે, '"મેં તેની છબી ખરાબ નથી કરી. ડિફેમનો અર્થ થાય છે કે કોઈનું અપમાન કરવું. મેં તેનું અપમાન નથી કર્યું. તે એક ભારતીય ક્રિકેટર છે અને મને તેના પર ગર્વ છે. હું તેનું સન્માન કરું છું અને જીવનભર કરતી રહીશ. ન તો મેં તેની પર્સનલ ઈમેજ પર કંઈ કહ્યું છે અને ન તો તેના કેરેક્ટર પર કંઈ કહ્યું છે. તો ડિફેમ કરવાનું બનતું જ નથી. તેણે મને ક્યૂટ કહી અને મેં તે શેર કર્યું."

જ્યારે પેપ્સે તાનિયાને પૂછ્યું કે, "ચહલે તમને ક્યારે મેસેજ કર્યો હતો", ત્યારે તેણે કહ્યું કે, "2023માં." જોકે, હવે અહીં નોંધનીય વાત એ છે કે તે સમયે ક્રિકેટર ચહલ ધનશ્રી વર્મા સાથે લગ્નના બંધનમાં હતો. ધનશ્રી અને ચહલે 2025માં છૂટાછેડા લીધા હતા.

બીજી તરફ આ તમામ વચ્ચે અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલે આ મામલે કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા નથી આપી.