Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Women's Chess World Cup: Entry of new women into ALL India Final, game to be exciting

મહિલા ચેસ વર્લ્ડ કપના ALL India Finalમાં ભારતીય મહિલાઓનો પ્રવેશ, રોમાંચક બનશે રમત

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
મહિલા ચેસ વર્લ્ડ કપના ALL India Finalમાં ભારતીય મહિલાઓનો પ્રવેશ, રોમાંચક બનશે રમત
સોર્સ : Google

ભારતની ચોથો ક્રમ ધરાવતી અને Top seed ધરાવતી ગ્રાન્ડ માસ્ટર Koneru Humpyએ 8 મેચની મેરેથોન સેમી ફાઈનલમાં, ચીનની Top seed ધરાવતી Lei Tingjieને હરાવીને ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે  ALL India Finalમાં 38 વર્ષની Humpyનો મુકાબલો ભારતની જ 19 વર્ષીય Divya Deshmukh સામે થશે. જેણે અગાઉ રમાયેલી સેમી ફાઈનલમાં ચીનની ત્રીજો સીડ ધરાવતી Tan Zhongyiને 1.5-0.5 થી હરાવી હતી.

App Store

પ્રથમ વખત ભારતીય મહિલાનો સેમી ફાઈનલમાં પ્રવેશ

નોંધપાત્ર છે કે, આ અગાઉ Women Chess World cupમાં ક્યારેય ભારતની કોઈ ખેલાડી સેમી ફાઈનલમાં પ્રવેશી શકી નહોતી. જોકે આ વખતે Divya અને Humpyએ ઈતિહાસ રચતાં ફાઈનલમાં પ્રવેશ મેળવીને Gold અને Silver ભારતને જ મળશે તે નિશ્ચિત કરી લીધું છે.

વિશ્વચેસમાં ભારતે આ સાથે જ આગવો દબદબો જાળવી રાખ્યો છે. અગાઉ ભારતે Chess Olympiadમાં ઓપન અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ગત વર્ષે ભારતના D. Gukeshએ 18 વર્ષની ઉંમરે FIDE world champion બનવાની સાથે ઈતિહાસના સૌથી યુવા વયના World Champion બનવાની સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ, ગુકેશે ફાઈનલમાં ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિરેનને હરાવ્યો હતો. 

Humpy અને Divya Deshmukh આમને-સામને

જ્યોર્જીયાના બટુમીમાં વિશ્વની 107 દેશોની ખેલાડીઓ વચ્ચે ખેલાયેલા Women Chess Worldcupમાં હવે ફાઈનલમાં હવે ચોથો Seed ધરાવતી હમ્પી 15મો Seed ધરાવતી દિવ્યા દેશમુખ સામે ટકરાશે. બીજી Semi Finalમાં હમ્પી અને ટોપ સીડ લેઈ શરૂઆતની બે ગેમ બાદ 1-1થી બરોબરી પર રહ્યા હતા. આ પછી બંને વચ્ચે Tiebreakerમાં ખેલાયેલી 4 Rapid ગેમમાં 3 ગેમ બાદ ભારતની હમ્પી 2-3થી પાછળ પડી ગઈ હતી. જોકે હમ્પીએ છેલ્લી અને નિર્ણાયક Rapid Game જીતીને 3-3થી બરોબરી મેળવી હતી. આ પછી હમ્પીએ બાકીની બંને બ્લીટ્ઝ ગેમ જીતી લઈને Semi Finalમાં 5-3થી રોમાંચક વિજય મેળવ્યો હતો.