Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Within a few months of engagement, Aakriti broke off engagement with Prithvi Shaw, took photos from social media and disappeared!

સગાઈના થોડા જ મહિનામાં પૃથ્વી શૉ સાથે આકૃતિએ તોડી સગાઈ, સોશિયલ મીડિયા પરથી ફોટા કર્યા ગાયબ!

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સગાઈના થોડા જ મહિનામાં પૃથ્વી શૉ સાથે આકૃતિએ તોડી સગાઈ, સોશિયલ મીડિયા પરથી ફોટા કર્યા ગાયબ!
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલે પરસ્પર સંમતિથી પોતાના સંબંધોનો અંત આણવાનો મોટો નિર્ણય લીધો છે. ચાલુ વર્ષના માર્ચ મહિનામાં સગાઈ કરનારા આ જોડીના અલગ થવાની સત્તાવાર માહિતી ગુરુવારે ખુદ આકૃતિએ આપી હતી. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સગાઈની તમામ તસવીરો હટાવી દીધી છે અને પૃથ્વી શૉને અનફોલો પણ કરી દીધો છે.

App Store

ભવિષ્યના અલગ લક્ષ્યો અને સંજોગો બન્યા કારણ

પોતાના સત્તાવાર નિવેદનમાં આકૃતિએ સ્પષ્ટતા કરી કે તેમના ભવિષ્યના લક્ષ્યો અને સંજોગો એકબીજાથી તદ્દન અલગ હોવાથી તેમણે આ આકરો માર્ગ પસંદ કરવો પડ્યો છે. અત્યંત ભારે હૈયે વાત શેર કરતાં તેણે ઉમેર્યું કે ભલે તેઓ એકબીજાને ખૂબ પ્રેમ અને આદર આપતા હોય, પરંતુ બંનેના રસ્તા એક નથી તે કડવી વાસ્તવિકતા તેમણે સ્વીકારી લીધી છે. આ મુશ્કેલ સમયમાં તેણે પોતાની પ્રાઇવસીનું સન્માન કરવા અને કોઈપણ પ્રકારની અટકળો કે ધારણાઓ ન બાંધવા સૌને વિનંતી કરી છે.

Akriti.jpg
 
અગાઉ પણ ચર્ચામાં આવી હતી બ્રેકઅપની અફવા

નોંધનીય છે કે જુલાઈ મહિનામાં આકૃતિની કેટલીક રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટ્સ બાદ બંને વચ્ચે અણબનાવની અફવાઓ જોર પકડી ચૂકી હતી. જોકે તે સમયે આકૃતિએ સામે આવીને સ્પષ્ટતા કરી હતી કે તે સ્ટોરી કોઈ અન્ય સંદર્ભમાં હતી અને તેઓ હજુ પણ સાથે છે તથા ઘણા ખુશ છે.

માર્ચ મહિનામાં રોમેન્ટિક અંદાજમાં થઈ હતી સગાઈ

વર્ષ 2018માં ભારતીય ક્રિકેટ ટીમ તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનારા પૃથ્વી શૉએ 8 માર્ચે આકૃતિને પ્રપોઝ કરતી રોમેન્ટિક તસવીરો શેર કરીને પોતાની સગાઈની જાહેરાત કરી હતી. લખનઉની વતની આકૃતિ અગ્રવાલ સોશિયલ મીડિયા પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી એક લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર છે, જે ફેશન અને લાઇફસ્ટાઇલ કન્ટેન્ટ ઉપરાંત 'ત્રિમુખા' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.