Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Will Team India's Playing eleven Change Despite the Win in 1st T20I

IND vs NZ / જીત છતાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન? અક્ષરની ઈજાએ વધાર્યું ટેન્શન

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / જીત છતાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન? અક્ષરની ઈજાએ વધાર્યું ટેન્શન
સોર્સ : GSTV

નાગપુરમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાનું મનોબળ ઉંચુ છે. સિરીઝની બીજી T20I મેચ હવે 23 જાન્યુઆરીએ રાયપુરમાં યોજાવાની છે. પ્રથમ T20Iમાં ટીમ ઈન્ડિયા માટે બધું બરાબર રહ્યું હતું. અભિષેક શર્મા અને રિંકુ સિંહની બેટિંગ પ્રભાવશાળી હતી, જ્યારે ટીમના બોલર્સે પણ સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, મેચ જીત્યા છતાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું છે. પહેલી મેચમાં જીત મેળવ્યા છતાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.

App Store

શું જીત છતાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે?

પ્રથમ T20I મેચમાં અક્ષર પટેલ પોતાની જ ઓવરમાં ફિલ્ડિંગ કરતી વખતે  ઘાયલ થયો હતો. અક્ષરના ડાબા હાથની આંગળીમાં બોલ વાગ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરની આંગળીમાંથી લોહી નીકળતું જોવા મળ્યું અને ત્યારબાદ તેણે મેદાન છોડવું પડ્યું.

હવે પ્રશ્ન એ છે કે શું અક્ષર સિરીઝની બીજી T20I મેચ રમી શકશે. BCCIએ હજુ સુધી અક્ષરની ઈજા અંગે કોઈ અપડેટ નથી આપ્યું. જો અક્ષરને ઈજાના કારણે બહાર બેસવું પડશે, તો રવિ બિશ્નોઈને તેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

ટીમનું પ્રદર્શન પ્રભાવશાળી હતું

પ્રથમ T20Iમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન પ્રભાવશાળી હતું. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 238 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં 84 રન બનાવ્યા હતા. જ્યારે રિંકુ સિંહે અંતિમ ઓવરમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે માત્ર 20 બોલમાં 44 રન બનાવ્યા હતા. ભારતના 239 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ન્યૂઝીલેન્ડ 7 વિકેટ ગુમાવીને ફક્ત 190 રન જ બનાવી શક્યું હતું.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.