IND vs SA / શું પહેલી ODIમાં રમશે ઋતુરાજ ગાયકવાડ? કેપ્ટન કેએલ રાહુલે ખેલાડી વિશે કહી આ વાત

ભારતીય ટીમ હવે ODI સિરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. આવતીકાલે (30 નવેમ્બર) સિરીઝની પહેલી મેચમ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ઘણામહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા. તેણે એ પણ જણાવ્યું કે ઋતુરાજ ગાયકવાડ રમશે કે નહીં. જોકે, ગાયકવાડ ટીમમાં હશે તો તે કયા નંબર પર રમશે તે એક મુખ્ય પ્રશ્ન છે.
ઋતુરાજ ગાયકવાડ વિશે શું બોલ્યો રાહુલ?
ઘરેલું ક્રિકેટમાં ધૂમ મચાવનારા ઋતુરાજ ગાયકવાડને ઈન્ડિયા-અ ટીમમાં તક મળી, ત્યારે તેણે તેનો લાભ ઉઠાવ્યો હતો. આ જ કારણ છે કે હવે તેને ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી અહેવાલો ફરતા થઈ રહ્યા છે કે ગાયકવાડને રાંચી ODIમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં, કેએલ રાહુલે ગાયકવાડ વિશે કહ્યું, "ઋતુરાજ ગાયકવાડ એક શાનદાર ખેલાડી છે. અમારા ODI ટોપ 5-6ની ડાયનામિક્સ એવી છે કે તે ખૂબ જ સ્થિર છે, પરંતુ તેણે તેને મળેલી મર્યાદિત તકોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમે આ સિરીઝમાં તેને તક આપવા માટે આતુર છીએ. ઋતુ સ્પષ્ટપણે એક ટોપ ક્લાસ ખેલાડી છે. આપણે બધાએ જોયું છે કે તેણે મળેલી મર્યાદિત તકોનો સારી રીતે ઉપયોગ કર્યો છે અને તેણે બતાવ્યું કે તે શું કરી શકે છે."
ODI સિરીઝ માટે બંને ટીમોની સ્કવોડ
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદિપ સિંહ અને ધ્રુવ જુરેલ.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, કોર્બિન બોશ, મેથ્યુ બ્રેટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, નાન્દ્રે બર્ગર, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોર્ઝી, રુબિન હરમન, કેશવ મહારાજ, માર્કો યાનસન, એડન માર્કરામ, રાયન રિકલ્ટન, પ્રેનેલન સુબ્રાયન.

