Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Who is the new opener of Team India after Rohit Sharma

VIDEO: રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો ઓપનર કોણ? આ 3 ખેલાડીઓ સૌથી મોટા દાવેદાર

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈંગ્લેન્ડ સામે લંડનના લોર્ડ્સ મેદાન પર રમાનારી ત્રીજી મેચ બાદ રોહિત શર્માના ODI કરિયર પર સંકટના વાદળો ઘેરાયા છે. અહેવાલો પ્રમાણે લોર્ડ્સ ODI બાદ રોહિતની ODI ટીમમાં પસંદગી થવાની શક્યતા નહિવત છે. આ બાબતની જાણકારી રાખનાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ આ અનુભવી બેટ્સમેનને આગામી ODI ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો છે.

App Store

રોહિત શર્મા ODIથી નિવૃત્તિ જાહેર કરે તો ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ?

જો રોહિત શર્મા સન્માનજનક રીતે નિવૃત્તિ લેવા માંગતો હોય અથવા તો તાત્કાલિક નિવૃત્તિ લેવા ન ઈચ્છતો હોય, તો તે સંપૂર્ણપણે તેનો અંગત નિર્ણય છે. ત્યારે હવે એ સવાલ થાય છે કે, જો રોહિત શર્મા ODIમાંથી નિવૃત્તિ જાહેર કરે તો શુભમન ગિલ સાથે કોણ ઓપનિંગ કરશે? ભારતીય ક્રિકેટમાં આવા ૩ વિસ્ફોટક બેટ્સમેનો છે, જે ODI ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્માનું સ્થાન લઈ શકે છે. ભારત પાસે એવા ૩ ખૂંખાર બેટ્સમેન છે, જેઓ માત્ર ઓપનર તરીકે રોહિત શર્માનું સ્થાન જ નહીં છીનવે, પરંતુ ભારત માટે 2017નો વર્લ્ડ કપ પણ રમી શકે છે.

અભિષેક શર્મા

25 વર્ષીય અભિષેક શર્માની ગણતરી ભારતના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ અત્યાર સુધીમાં 53 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 190.36ના સ્ટ્રાઈક રેટ અને 32.36ની એવરેજથી 1,618 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં અભિષેક શર્માએ 2 સદી અને 11 અડધી સદી ફટકારી છે. અભિષેક શર્માનો IPL રેકોર્ડ પણ ખૂબ શાનદાર રહ્યો છે. તેણે અત્યાર સુધી 92 IPL મેચોમાં 171.21ના સ્ટ્રાઈક રેટ અને 29.36ની એવરેજથી 2,378 રન બનાવ્યા છે. IPLમાં તેણે 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે. અભિષેક શર્મામાં ભારતના કાયમી ODI ઓપનર બનવાની પૂરી ક્ષમતા છે. તે ODI ટીમમાં માત્ર ઓપનર તરીકે રોહિત શર્માનું સ્થાન જ નહીં છીનવે, પરંતુ 2027ના ODI વર્લ્ડ કપમાં તે કેપ્ટન શુભમન ગિલ સાથે ભારત માટે ઓપનિંગ પણ કરી શકે છે.

યશસ્વી જયસ્વાલ

રોહિત શર્મા જો ODIમાંથી નિવૃત્તિ જાહેર કરે, તો યશસ્વી જયસ્વાલને ભારતના કાયમી ઓપનર બનાવવામાં આવી શકે છે. યશસ્વી જયસ્વાલ 2027ના ODI વર્લ્ડ કપમાં ભારત માટે કેપ્ટન શુભમન ગિલ સાથે ઓપનિંગ પણ કરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલે 6 ODI મેચ રમી છે, જેમાં તેણે 97.61ના સ્ટ્રાઈક રેટ અને 71.25ની એવરેજથી 285 રન બનાવ્યા છે. યશસ્વીએ ODI ફોર્મેટમાં 2 સદી પણ ફટકારી છે. તે ડાબોડી બેટ્સમેન તરીકે વિસ્ફોટક બેટિંગ કરવા ઉપરાંત જમણા હાથે લેગ બ્રેક બોલિંગ પણ કરે છે. યશસ્વી જયસ્વાલ ઓપનર તરીકે ભારત માટે 2027નો વર્લ્ડ કપ રમી શકે છે.

ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડમાં પૂરી ક્ષમતા છે કે તે ODI ફોર્મેટમાં ભારતનો કાયમી ઓપનર બની શકે છે. ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર આવતાની સાથે જ દુનિયાના દિગ્ગજ બોલરોના ધજાગરા ઉડાવી દે છે. તે જમણા હાથનો એક વિસ્ફોટક બેટ્સમેન છે. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે અત્યાર સુધીમાં 9 ODI મેચ રમી છે, જેમાં તેણે 89.77ના સ્ટ્રાઈક રેટ અને 28.5ની એવરેજથી 228 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં ઋતુરાજે 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. ઋતુરાજ ગાયકવાડ મિડલ ઓર્ડરથી લઈને ઓપનિંગ સુધી કોઈપણ ક્રમે બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત IPLમાં ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી પણ કરે છે.