T20 World Cup 2026 / વરસાદના કારણે રદ્દ થઈ સુપર-8ની મેચ, તો શું થશે? આવો છે ICCનો નિયમ

T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8 રાઉન્ડ શરૂ થવાનો છે. ભારત, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ આ રાઉન્ડ માટે ક્વોલિફાય થયા છે. આ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે. પરિણામે, દરેક મેચ ટીમો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. પરંતુ જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો શું થશે?
જો સુપર-8 મેચ વરસાદને કારણે રદ થાય તો શું થશે?
ગ્રુપ સ્ટેજની જેમ સુપર-8 રાઉન્ડની મેચો પણ ભારત અને શ્રીલંકામાં રમાશે. કોલંબોમાં સતત વરસાદને કારણે, દરેક વ્યક્તિ વિચારી રહી છે કે જો મેચ રદ્દ થાય તો શું થશે. તમને જણાવી દઈએ કે ગ્રુપ સ્ટેજની જેમ સુપર-8 મેચો માટે કોઈ રિઝર્વ ડે નથી. ICCના નિયમો અનુસાર T20 મેચના પરિણામ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 5 ઓવર રમવી આવશ્યક છે. તેથી, અમ્પાયર્સનો પ્રયાસ કોઈપણ કિંમતે મેચ પૂર્ણ કરવાનો હશે, જેથી પરિણામ સુનિશ્ચિત થાય.
જો વરસાદના કારણે મેચ 5 ઓવર પણ રમાઈ શકે તેમ ન હોય, તો મેચ રદ્દ કરવામાં આવશે. આ કિસ્સામાં બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. કોઈ વિજેતા નહીં હોય અને નેટ રન રેટ પર પણ કોઈ અસર નહીં થાય. બંને ટીમો પોઈન્ટ્સ ટેબલમાં સમાન પોઈન્ટ મેળવશે, પરંતુ કોઈપણ ટીમને જીતનો ફાયદો નહીં થાય.
એક ટીમે 3 મેચ રમવાની રહેશે
સુપર 8માં દરેક ટીમમે 3 મેચ રમવાની રહેશે, જે દરેક મેચને મહત્ત્વપૂર્ણ બનાવે છે. સુપર 8માં દરેક મેચ જીતવા પર 2 પોઈન્ટ મળે છે, તેથી વરસાદના કારણે રદ્દ થયેલી મેચમાં ટીમને એક પોઈન્ટનું નુકસાન થઈ શકે છે, જે સેમીફાઈનલની રેસમાં મોટી ઝટકો હોઈ શકે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને નેટ રન રેટમાં પાછળ રહેલી ટીમો માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગ્રુપ સ્ટેજમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી, જેથી બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા, જેની સુપર 8 ક્વોલિફિકેશન પર મોટી અસર પડી હતી.

