Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : What is the meaning of 269 number in Virat Kohli's retirement post

'269 signing off', Virat Kohliની રિટાયરમેન્ટ પોસ્ટમાં શું છે આ ખાસ નંબરનોં અર્થ?

Timeછેલ્લું અપડેટ : 12 May 2025
લાઇવ ટીવીGoogle News
'269 signing off', Virat Kohliની રિટાયરમેન્ટ પોસ્ટમાં શું છે આ ખાસ નંબરનોં અર્થ?

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેણે સોમવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. કોહલી (Virat Kohli) એ ગયા અઠવાડિયે નિવૃત્તિ લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે તેણે તેના પર અંતિમ મહોર લગાવી દીધી છે. આ પોસ્ટના અંતે, વિરાટે #269, સાઈનિંગ ઓફ લખ્યું હતું. હવે કેટલાક લોકોને પ્રશ્ન થતો હશે કે વિરાટ (Virat Kohli) એ તેની પોસ્ટમાં 269 કેમ લખ્યું. જો તમને પણ તેના વિશે જન નથી તો અમે તમને જણાવી દઈએ કે 269 એ વિરાટ કોહલીનો ટેસ્ટ કેપ નંબર છે. 

App Store

વિરાટે ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ જર્સીમાં પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, "ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર મારી સાથે રાખીશ. સફેદ જર્સીમાં રમવું મારા માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ખાસ રહ્યું છે. તે લાંબા દિવસો, તે નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ તે હંમેશા તમારી સાથે રહે છે."

આ સરળ નથી: વિરાટ

કોહલીએ આગળ લખ્યું, "હું આ ફોર્મેટથી પોતાને દૂર કરી રહ્યો છું અને આ મારા માટે સરળ નથી. જોકે, આ સમયે, તે યોગ્ય લાગે છે. મેં આ ફોર્મેટમાં મારી પાસે જે કંઈ હતું તે બધું આપ્યું અને બદલામાં, મને આ ફોર્મેટમાંથી ઘણું બધું મળ્યું, જેની મને કદાચ અપેક્ષા પણ નહતી. હું આ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું, પણ મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે. આ સાથે, આ માર્ગ પર મારી સાથે ચાલનારા બધા લોકોનો પણ આભાર. હું હંમેશા મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. #269, સાઈનિંગ ઓફ."

ટેસ્ટમાં ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

વિરાટે 2011માં કિંગ્સ્ટન ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જ્યાં તેણે 123 મેચોમાં 9230 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 46.85 હતી. આ ફોર્મેટમાં, તેણે 30 સદી અને 31 અડધી સદી ફટકારી હતી.