મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO : એરપોર્ટ પર વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓએ 'ડાલા'માં જાતે સામાન ચડાવ્યો

એક તરફ દેશમાં આઈપીએલનો માહોલ વચ્ચે વેસ્ટઈન્ડિઝની A ટીમ ટી-20 શ્રેણી રમવા નેપાળના પ્રવાસે પહોંચી છે. જ

VIDEO : એરપોર્ટ પર વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓએ 'ડાલા'માં જાતે સામાન ચડાવ્યો

એક તરફ દેશમાં આઈપીએલનો માહોલ વચ્ચે વેસ્ટઈન્ડિઝની A ટીમ ટી-20 શ્રેણી રમવા નેપાળના પ્રવાસે પહોંચી છે. જોકે, આ સ્થિતિ વચ્ચે વેસ્ટઈન્ડિઝ ટીમનો એરપોર્ટ પરનો એક વીડિયો સોશિયલ માડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. 

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ એરપોર્ટની બહાર નીકળી રહ્યા છે. પછી તેઓ પોતે પોતાનો સામાન 'છોટા હાથી' પર ચઢાવી રહ્યા છે.  એટલું જ નહીં એરપોર્ટથી હોટલ સુધી જવા માટે જે બસમાં ખેલાડીઓ બેઠા છે તે પણ એક સામાન્ય બસ લાગી રહી છે. 

નેપાળ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 5 ટી-20 મેચોની શ્રેણી રમાશે

તમને જણાવી દઈએ કે નેપાળ A અને વેસ્ટ ઈન્ડિઝ A વચ્ચે પાંચ મેચની ટી-20 સીરીઝ રમાશે. આ શ્રેણી 27 એપ્રિલથી 4 મે સુધી રમાશે. શ્રેણીની તમામ મેચો ત્રિભુવન યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ, કીર્તિપુર ખાતે રમાશે. 

આ સમાચાર શેર કરો