Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : West Bengal cabinet expansion former cricketer Ashok Dinda takes oath

VIDEO: ક્રિકેટ પિચથી રાજકારણ સુધી, ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલર અશોક ડિંડા બંગાળમાં બન્યા મંત્રી

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ક્રિકેટના મેદાનમાં પોતાની ઘાતક ઝડપ અને આક્રમક બોલિંગથી બેટર્સમી પરેશાન કરનાર ભારતીય ટીમના પૂર્વ બોલર અશોક ડિંડાએ હવે રાજકારણમાં નવી ઈનિંગની શરૂઆત કરી છે. આજે પશ્ચિમ બંગાળમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં અશોક ડિંડાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

App Store

રાજભવનમાં શપથવિધિ સમારોહ

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની સરકારના મંત્રીમંડળનો વિસ્તાર રાજભવનમાં કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આર.એન. રવિની ઉપસ્થિતિમાં કુલ 35 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

મોયના સીટ પરથી મેળવી ઐતિહાસિક જીત

અશોક ડિંડાએ ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણીમાં મોયના બેઠક પરથી જીત મેળવી હતી. તેમણે તૃણમૂલ કોંગ્રેસના ચંદન મંડળને 16 હજારથી વધુ મતોના જંગી અંતરથી પરાજિત કર્યા હતા. ખાસ વાત એ છે કે આ સતત બીજી વાર છે જ્યારે ડિંડાએ આ સીટ પર વિજય મેળવ્યો હોય. 2021માં પણ તેમણે તૃણમૂલ કોંગ્રેસ સામે 1200 મતોથી જીત મેળવી હતી. 

અશોક ડિંડાની ક્રિકેટ સફર પર એક નજર

અશોક ડિંડાએ ડિસેમ્બર 2009માં શ્રીલંકા સામે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય કરિયર: ભારત માટે 13 ODI (12 વિકેટ) અને 9 T20I (17 વિકેટ) રમી ચૂક્યા છે.

IPL કરિયર: IPLમાં તેમણે 78 મેચ રમીને 69 વિકેટ ઝડપી હતી. તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), દિલ્હી કેપિટલ્સ (DC), પુણે વોરિયર્સ ઈન્ડિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ જેવી દિગ્ગજ ટીમોનો ભાગ રહી ચૂક્યા છે.

ક્રિકેટથી રાજનીતિ સુધીની સફર

ફેબ્રુઆરી 2021માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ ડિંડાએ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકારણમાં પોતાની ઓળખ બનાવી છે.