Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Virat Kohli opens up about the pain of losing this match

'તે હારે મને અંદરથી તોડી નાખ્યો...' વર્ષો બાદ આ મેચ યાદ કરીને છલકાયું વિરાટ કોહલીનું દર્દ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
'તે હારે મને અંદરથી તોડી નાખ્યો...' વર્ષો બાદ આ મેચ યાદ કરીને છલકાયું વિરાટ કોહલીનું દર્દ
સોર્સ : gstv

વિરાટ કોહલીએ 2019ના ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે મળેલી હારને પોતાના ક્રિકેટ કરિયરના સૌથી મુશ્કેલ સમયમાંથી એક ગણાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODI પહેલાં JioStar સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યું કે તે હારને સ્વીકારવી તેના માટે અત્યંત મુશ્કેલ હતી અને તેના માનસિક પ્રભાવમાંથી બહાર આવવામાં તેને ઘણો સમય લાગ્યો હતો.

App Store

ન્યુઝીલેન્ડ સામે 18 રને હાર્યું હતું ભારત

2019ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. વરસાદના કારણે મેચ બે દિવસ સુધી ચાલી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 18 રને મેચ ગુમાવી હતી. મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર્સે શરૂઆતના તબક્કામાં ભારતીય ટોચના ક્રમને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ ત્રણેય માત્ર એક-એક રન બનાવીને પવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ ભારતીય ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જાડેજાએ આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ અંતે ભારત લક્ષ્યથી 18 રન દૂર રહી ગયું હતું.

આ હાર સ્વીકારવી ખૂબ મુશ્કેલ હતી

કોહલીએ જણાવ્યું કે સેમીફાઈનલની હારનો તેના પર લાંબા સમય સુધી પ્રભાવ રહ્યો હતો. પરિણામથી તે ખૂબ દુઃખી થયો હતો અને કેટલાક મહિનાઓ સુધી આ પરિસ્થિતિમાંથી માનસિક રીતે સંપૂર્ણપણે બહાર નહતો આવી શક્યો. તેના મતે વરસાદને કારણે મેચ અટકવી અને બીજા દિવસે નવી બોલ સાથે ન્યુઝીલેન્ડના બોલર્સને મળેલી પરિસ્થિતિનો લાભ પણ મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. કોહલીએ સંકેત આપ્યો કે જો મેચ એ જ દિવસે પૂર્ણ થઈ હોત તો પરિસ્થિતિ અલગ હોઈ શકતી હતી, પરંતુ બીજા દિવસે ન્યુઝીલેન્ડના બોલર્સે નવી બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

2023ની ફાઈનલની હાર પણ રહી યાદગાર

કોહલીએ 2023ના ODI વર્લ્ડ કપની ફાઈનલનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં તે 54 રન બનાવીને આઉટ થયો હતો. તે સમયે તેને લાગતું હતું કે તે મોટી ઈનિંગ રમી શક્યો હોત. જોકે, તેના આઉટ થયા બાદ ભારતને મળેલી હાર સ્વીકારવી તેના માટે ઘણા દિવસો સુધી મુશ્કેલ રહી હતી. સાથે જ કોહલીએ 2023ના સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના વાતાવરણને સકારાત્મક ગણાવ્યું હતું. તેણે ટીમના ખેલાડીઓ વચ્ચેના સારા તાલમેલ અને એકબીજા માટે ખેલદીલીની પ્રશંસા કરી હતી.

2027નો વર્લ્ડ કપ હશે અંતિમ?

કોહલીએ આગામી 2027 ODI વર્લ્ડ કપને લઈને પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમના જણાવ્યા મુજબ 2027નો વર્લ્ડ કપ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. આ વાત આગામી ટુર્નામેન્ટ માટે તેને વધુ પ્રેરણા આપે છે અને તે તેને જીતવા માટે પોતાનું સર્વસ્વ આપવા માંગે છે. 2019 અને 2023ની હારની યાદો વિરાટ કોહલીની વર્લ્ડ કપ સફરનો મહત્ત્વનો હિસ્સો બની ગઈ છે. હવે તેની નજર 2027ના વર્લ્ડ કપ પર છે, જ્યાં તે પોતાની વર્લ્ડ કપ સફરનો અંત યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે.