VIDEO: ગુજરાત સામેની મેચમાં વિરાટ કોહલીએ લાઈન ક્રોસ કરી? શું અમ્પાયર સાથે દલીલ કરવાની મળશે સજા?
અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વિરાટ કોહલી ગુસ્સામાં જોવા મળ્યો હતો. રજત પાટીદારના કેચને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે કોહલી ડગઆઉટમાં ભડકી ગયો હતો અને થર્ડ અમ્પાયર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. કોહલી કેચના નિર્ણયથી બિલકુલ ખુશ ન હતો, જેના કારણે તેનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ આ કેચને લઈને RCBના ફેન્સે તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.
શું છે રજત પાટીદારના કેચનો વિવાદ?
જ્યારે હોલ્ડરે કેચ લીધો ત્યારે એવું લાગતું હતું કે બોલ સ્પષ્ટપણે ઘાસને અડી રહ્યો હતો, જેના કારણે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી. આ કન્ફ્યુઝન વચ્ચે થર્ડ અમ્પાયરે પાટીદારને આઉટ જાહેર કર્યો, જેનાથી કોહલી સહમત દેખાયો નહીં અને અમ્પાયર સાથે વાત કરતો જોવા મળ્યો. એટલું જ નહીં, એન્ડી ફ્લાવર પણ અમ્પાયર સાથે લાંબા સમય સુધી દલીલ કરતો જોવા મળ્યો હતો.
રજત પાટીદારના કેચને લઈને કેમ થયો હોબાળો? ઉઠ્યા આ સવાલો!
જેસન હોલ્ડરે જ્યારે કેચ લીધો ત્યારે તે હવામાં હતો.
તેનું નિયંત્રણ સ્પષ્ટ જણાતું ન હતું.
ત્યારબાદ બોલ જમીનને અડતો દેખાયો.
'ક્લીન કેચ' માટે કંટ્રોલ સ્પષ્ટ હોવો જરૂરી છે, પરંતુ અહીં અસમંજસની સ્થિતિ જોવા મળી.
શું અમ્પાયરોએ 100% ખાતરી કરવાને બદલે નિર્ણય આપવામાં ઉતાવળ કરી?
વિરાટ કોહલીને મળી શકે છે સજા?
જો વિરાટ કોહલી IPL આચાર સંહિતાના ઉલ્લંઘનનો દોષી જણાશે, તો તેના પર મેચ ફીના 25 ટકા દંડ લગાવવામાં આવી શકે છે અને સાથે જ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવશે. વિરાટ કોહલી દ્વારા અમ્પાયરના નિર્ણય પર અસંમતિ દર્શાવવી એ IPL આચાર સંહિતાની કલમ 2.3 હેઠળ લેવલ-1 ના ઉલ્લંઘનનો ગુનો માનવામાં આવશે અને આ કારણે મેચ રેફરી દ્વારા સજા આપવામાં આવી શકે છે. આચાર સંહિતાના લેવલ-1 ના ઉલ્લંઘનના કિસ્સામાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા હોય છે.
મહત્ત્વનું છે કે રજત આઉટ થયા બાદ બાઉન્ડ્રી લાઈનની બહાર ટીમના કોચ એન્ડી ફ્લાવર, વિરાટ કોહલી અને વેંકટેશ અય્યરે અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

