Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Virat Kohli and Travis Head clash on field during SRH vs RCB match

VIDEO: હૈદરાબાદના મેદાન પર વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે થઈ બોલાચાલી, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શુક્રવારે (22 મે) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે એક હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાયો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં માત્ર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જ ન જોવા મળ્યો, પરંતુ વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર થયેલી ગરમાગરમ બોલાચાલી અને 'શીત યુદ્ધ' એ સોશિયલ મીડિયા પર ફેન્સનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. મેચ પૂરી થયા બાદ બંને ખેલાડીઓએ હાથ પણ ન મિલાવ્યા હોવાના વીડિયો વાયરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.

App Store

'થોડી ઓફ-સ્પિન ફેંકો' - કોહલીએ હેડને આપ્યો પડકાર

મેચ દરમિયાન વિરાટ કોહલી ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. RCBનો બેટર વેંકટેશ અય્યર જ્યારે શિવાંગ કુમારની ઓવરમાં સતત મોટા શોટ્સ રમીને રન એકઠા કરી રહ્યો હતો, ત્યારે કેમેરા વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ પર કેન્દ્રિત થયો હતો. કોહલી નોન-સ્ટ્રાઈકર એન્ડ પરથી ટ્રેવિસ હેડ તરફ ઈશારો કરીને તેને બોલિંગ કરવા માટે આમંત્રણ આપતો દેખાયો હતો. કોમેન્ટેટર્સના જણાવ્યું હતું કે, 'કોહલી મજાકિયા પરંતુ પડકારજનક અંદાજમાં હેડને કહી રહ્યો હતો કે, "ચાલો, થોડી ઓફ-સ્પિન ફેંકો.'

મેદાન પર જ હાથથી દૂર જવાનો ઈશારો કર્યો

ચોથી ઓવરમાં વેંકટેશ અય્યરે 23 રન ઝૂડી કાઢ્યા બાદ, કોહલી વારંવાર ટ્રેવિસ હેડ તરફ જોઈને કંઈક કહી રહ્યો હતો. આ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે કોહલીએ હેડને મેદાન પરથી દૂર જવા માટે હાથથી ઈશારો કર્યો હતો. જોકે, આ વાતચીત દરમિયાન બંને ખેલાડીઓના ચહેરા પર હાસ્ય પણ હતું, પરંતુ કોહલીની આક્રમક બોડી લેંગ્વેજે આખી ઘટનાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી. આ સિવાય જ્યારે હેડ ફિલ્ડિંગ પોઝિશન બદલી રહ્યો હતો, ત્યારે પણ કોહલી તેની સાથે દલીલ કરતો નજરે પડ્યો હતો.

હેડ આઉટ થતાં કોહલીની આક્રમક ઉજવણી અને 'હેન્ડશેક' વિવાદ

સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર્સે શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 4 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓપનર ટ્રેવિસ હેડે 26 રનની ઝડપી ઈનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. હેડ જ્યારે આઉટ થયો ત્યારે વિરાટ કોહલીએ જોરથી ચીસો પાડીને અત્યંત આક્રમક શૈલીમાં તેની વિકેટની ઉજવણી કરી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. સૌથી વધુ ચોંકાવનારી બાબત મેચના અંતે જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ પરસ્પર હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કોહલીએ હેડ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ "શીત યુદ્ધ" નો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

બંને સ્ટાર ખેલાડીઓ બેટિંગમાં ફ્લોપ રહ્યા

જો મેચની વાત કરીએ તો, વિશાળ રન ચેઝ દરમિયાન વિરાટ કોહલી માત્ર 15 રન બનાવીને શાકિબ હુસૈનનો શિકાર બન્યો હતો અને લય ગુમાવી બેઠો હતો. બીજી તરફ, બેટિંગમાં 26 રન બનાવનાર ટ્રેવિસ હેડે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો અને તેણે 18મી ઓવરમાં RCBના કેપ્ટન રજત પાટીદારને આઉટ કરીને પોતાની ટીમને મહત્ત્વની સફળતા અપાવી હતી. ફેન્સ આ મેચને આ સિઝનની સૌથી મનોરંજક અને ડ્રામેટિક મેચ ગણાવી રહ્યા છે.