VIDEO: DRS અંગે મૂંઝવણમાં રહેલા ઈશાન કિશનને વૈભવે કહ્યું- 'લઈ લો', પછી જુઓ શું થયું
કેપ્ટન ઈશાન કિશન અને વાઈસ-કેપ્ટન વૈભવ સૂર્યવંશીના નેતૃત્વ હેઠળના ઈસ્ટ ઝોને દુલીપ ટ્રોફી ફાઈનલમાં મજબૂત સ્થિતિ મેળવી છે. ચેન્નાઈમાં ફાઈનલના ત્રીજા દિવસે ઈસ્ટ ઝોને વૈભવના ચાતુર્યને કારણે પોતાની પ્રથમ વિકેટ મેળવી. રિકી ભુઈ વિકેટકીપરના કાઠે કેચ આઉટ થયો, જોકે બોલ બેટની એજને સ્પર્શીને ગયો હતો. ઈશાન પણ મૂંઝવણમાં હતો કે DRS લેવો કે નહીં, કારણ કે તે ઈનિંગની માત્ર છઠ્ઠી ઓવર હતી. આગળ જે થયું તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મુકેશ કુમારે સાઉથ ઝોનની પ્રથમ ઈનિંગની છઠ્ઠી ઓવર ફેંકી, રિકી ભુઈના રૂપમાં પથમ વિકેટ મળી. આ વિકેટની વાત કરીએ તો, બોલ બેટ્સમેનની બાજુથી પસાર થઈને વિકેટકીપરના હાથમાં ગયો. રિકીએ બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. અપીલ કરવામાં આવી અને અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો. એવું લાગતું હતું કે વિકેટકીપર વધુ આગ્રહ નહતો કરી રહ્યો અને ઈશાન કિશન પણ રિવ્યૂ લેવો કે નહીં તે અંગે મૂંઝવણમાં હતો. વૈભવ સૂર્યવંશીએ કેપ્ટનને રિવ્યૂ લેવાનો આગ્રહ કર્યો.
વીડિયો વાયરલ થયો
વૈભવ સૂર્યવંશીએ ઈશાન કિશનને DRS લેવાનો આગ્રહ કર્યો. વાયરલ વીડિયોમાં કોમેન્ટેટર પણ વાત કરે છે. તે કહે છે, "હવે જો તમારે રિવ્યૂ લેવો હોય, તો તમારે વૈભવ સૂર્યવંશી પાસે જવું પડશે. અમને સ્ટમ્પ માઈકમાં વારંવાર સંભળાઈ રહ્યું હતું કે વૈભવ ઈશાનને બોલી રહ્યો હતો લઈ લો,લઈ લો."
ઈસ્ટ ઝોન મજબૂત સ્થિતિમાં
પહેલા બેટિંગ કરતા ઈસ્ટ ઝોને 708 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. અભિમન્યુ ઈશ્વરન (72) અને વૈભવ સૂર્યવંશી (44) એ પ્રથમ વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરી. ત્યારબાદ કેપ્ટન ઇશાન કિશનએ બેવડી સદી ફટકારી, ઐતિહાસિક 270 રનની ઈનિંગ રમી. કુમાર કુશાગ્રએ પણ સદી (101) ફટકારી.

