IND vs NZ / પાંચમી ODIમાં અમ્પાયર્સની મોટી ભૂલ, અક્ષરની જગ્યાએ શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર આવી ગયો

IND vs NZ / પાંચમી ODIમાં અમ્પાયર્સની મોટી ભૂલ, અક્ષરની જગ્યાએ શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર આવી ગયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ન્યુઝીલેન્ડ સામે માઉન્ટ માઉગાંનુઈ ખાતે રમાઈ રહેલી ODI સિરીઝની છેલ્લી મેચમાં અમ્પાયર્સની એક મોટી અને હાસ્યાસ્પદ ચૂક સામે આવી છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન 14મી ઓવરના છેલ્લા બોલે ઓલરાઉન્ડર અક્ષર પટેલે એક રન લીધો હતો, જેના નિયમ મુજબ 15મી ઓવરની પહેલી બોલ પર અક્ષર સ્ટ્રાઈક પર હોવો જોઈએ, પરંતુ ડ્રિંક્સ બ્રેક બાદ મેચ શરૂ થઈ ત્યારે ભૂલથી શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર પહોંચી ગયો હતો.

આ ગંભીર ભૂલ માટે મેદાન પર રહેલા અમ્પાયર્સ પોલ રાઈફલ અને વેન નાઈટ્સ જ જવાબદાર નથી, પરંતુ થર્ડ અમ્પયાર કુમાર ધર્મસેના પણ આ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને કોઈનું ધ્યાન આ ગફલત પર ગયું ન હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી મેચમાં આ પ્રકારે બેટિંગ સ્ટ્રાઈકની અદલાબદલી પકડાઈ ન શકવી તે અમ્પાયરિંગની ગંભીર બેદરકારી દર્શાવે છે.

જાહેરાત

આ મેચ દરમિયાન માત્ર અમ્પાયરિંગ જ નહીં પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓ પણ જોવા મળી હતી, જ્યાં સ્ટેડિયમમાં પાવર કટ થવાને કારણે બ્રોડકાસ્ટિંગમાં પણ થોડા સમય માટે ખલેલ પહોંચી હતી. આ મુકાબલામાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં પણ કેટલાક બદલાવ જોવા મળ્યા હતા, પરંતુ આ અમ્પાયરિંગ બ્લન્ડર સમગ્ર મેચ દરમિયાન ચર્ચાનો વિષય બન્યો હતો.

અત્યાર સુધીમાં મેચના હાલની વાત કરીએ તો પાંચમી ODIમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે ફક્ત 210 રનનો ટાર્ગેટ રાખ્યો છે. પહેલી ઈનિંગમાં ભારત તરફથી અક્ષર પટેલ અને ઈશાન કિશને લડાયક ઈનિંગ રમી હતી. બંને બેટર 46-46 રન કરીને આઉટ થયા હતા. તેના સિવાય નમન ધીરે 22, સિરાજે 14, અર્શદીપ સિંહે 14 રન કર્યા હતા. ગાયકવાડ 18 રન કરીને આઉટ થયો હતો. જ્યારે રોહિત અને વિરાટ કોહલી અનુક્રમે 7 અને 5 રન બનાવીને આઉટ થયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત