Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This star player of Team India reached Mumbai from Ahmedabad by hiding in a train

VIDEO: ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Shivam Dube viral story of travelling in train: T20 વર્લ્ડ કપ 2026માં ભારતની ઐતિહાસિક જીત બાદ દરેક ખેલાડીઓનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, પરંતુ ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર શિવમ દુબેની ઘરવાપસીની કહાની ખૂબ જ રસપ્રદ છે. ફાઈનલમાં માત્ર 8 બોલમાં 25 રનની તોફાની ઈનિંગ રમનાર શિવમ દુબે અમદાવાદથી મુંબઈ જવા માટે ફ્લાઈટ ન મળતા ટ્રેનના થર્ડ-એસી કોચમાં મુસાફરી કરીને છૂપી રીતે ઘરે પહોંચ્યો હતો. પોતાના બાળકોને મળવાની આતુરતાને કારણે દુબેએ સેલિબ્રિટી હોવા છતાં સામાન્ય મુસાફરની જેમ ટ્રેનમાં જવાનો નિર્ણય કર્યો હતો.

App Store

ઓળખ છુપાવવા માસ્ક અને ટોપીનો સહારો

શિવમ દુબેએ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર માસ્ક અને માથા પર ટોપી પહેરી હતી. ભીડથી બચવા માટે તે ટ્રેન ઉપડવાની માત્ર 5 મિનિટ પહેલા જ પ્લેટફોર્મ પર પહોંચ્યો હતો અને સીધો અપર બર્થ પર જઈને સૂઈ ગયો હતો. મુસાફરી દરમિયાન જ્યારે ટિકિટ ચેકરે નામ વાંચીને શંકા વ્યક્ત કરી, ત્યારે તેની પત્ની અંજુમે ઓળખ આપવાની ના પાડી દીધી હતી. આ રીતે કોઈને પણ ખબર પડ્યા વગર દુબે આખી રાત ટ્રેનમાં સૂતા-સૂતા મુંબઈ પહોંચ્યો હતો.

ફેમિલી માટે સ્ટારડમ બાજુ પર મૂકી કરી મુસાફરી

જોકે, મુંબઈના બોરીવલી સ્ટેશન પર ઉતરતી વખતે ભીડમાં ઓળખાઈ જવાનો ડર હોવાથી દુબેએ સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. પોલીસ પણ એ જાણીને હેરાન રહી ગઈ હતી કે વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. અંતે, પોલીસના રક્ષણ હેઠળ શિવમ દુબે કોઈપણ હોબાળા વગર સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચ્યો હતો. દુબેએ જણાવ્યું કે તે પોતાના બાળકોને મળવા માટે એટલો બેચેન હતો કે તે ફ્લાઈટની રાહ જોવા માંગતો ન હતો.

ટોપિક્સ:shivam dubet20 world cupgstv news