Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This legend of the cricket world is no longer known to fans, you too should know who this player is.

ક્રિકેટ જગતના આ દિગ્ગજ હવે ફેન્સને ઓળખાતા નથી, તમે પણ જાણો કોણ છે આ ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ક્રિકેટ જગતના આ દિગ્ગજ હવે ફેન્સને ઓળખાતા નથી, તમે પણ જાણો કોણ છે આ ખેલાડી
સોર્સ : GSTV

શ્રીલંકાના પૂર્વ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેણે ચાહકોને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં જયસૂર્યાએ જે તસવીર શેર કરી છે તેમાં તેની સાથે અરવિંદ ડી સિલ્વા અને મુથૈયા મુરલીધરન છે પરંતુ આ બંને સિવાય તેમની સાથે વધુ એક વ્યક્તિ છે જેને જોઈને ચાહકો ચોંક્યા છે. વાસ્તવમાં સનથ જયસૂર્યા, અરવિંદ ડી સિલ્વા અને મુથૈયા મુરલીધરન સાથે જે વ્યક્તિ છે તે બીજું કોઈ નહીં પરંતુ શ્રીલંકાને 1996નો વર્લ્ડકપ જીતાડનાર અર્જુન રણતુંગા છે. તાજેતરમાં જ તેઓ તમિલ સંઘના 125મા વર્ષગાંઠ સમારોહમાં ફરી એક વાર એકસાથે નજર આવ્યા હતા. 

App Store

રણતુંગાના બોડી ટ્રાન્સફોર્મેશન પર વિશ્વાસ નથી થઈ રહ્યો

શ્રીલંકન ક્રિકેટના આ ચારેય સ્તંભો ઉત્સાહથી ભરપૂર દેખાય રહ્યા હતા પરંતુ રણતુંગાની હાજરીએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. લાલ કુર્તામાં રણતુંગાને ઓળખવા મુશ્કેલ હતા, કારણ કે તેઓ ખૂબ જ પાતળા દેખાય રહ્યા હતા. ચાહકોને રણતુંગાના બોડી ટ્રાન્સફોર્મેશન પર વિશ્વાસ નથી થઈ રહ્યો.  

રણતુંગાનું ક્રિકેટ કરિયર

રણતુંગાએ પોતાના કરિયરમાં 93 ટેસ્ટ મેચ રમી છે અને કુલ 5105 રન બનાવ્યા છે. બીજી તરફ વનડેમાં તેમણે 269 મેચમાં 7456 રન બનાવ્યા છે. વનડેમાં રણતુંગાએ ચાર સદી અને 49 અડધી સદી ફટકારવાનો કમાલ કર્યો છે. ટેસ્ટમાં તેમણે ચાર સદી અને 38 અડધી સદી ફટકારી હતી.

ટોપિક્સ:sports news