Asia Cup 2025: એશિયા કપની ધમાકેદાર શરૂઆત, આ અફઘાન ખેલાડીએ સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ

એશિયા કપ 2025ની શરૂઆત મંગળવાર, 9 સ્પ્ટેમ્બ 2025ના રોજ એક નવા રેકોર્ડ સાથે થઈ. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રનથી હરાવીને વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. આ મેચમાં ચર્ચાનો સૌથી મોટો વિષય 25 વર્ષીય ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝાઈ હતો, જેણે સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો હતો.
ઉમરઝાઈએ ઘણા રેકોર્ડ તોડ્યા
અફઘાનિસ્તાનની ઇનિંગ દરમિયાન ટીમ એક સમયે 110 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ અઝમતુલ્લાહ ઉમરઝાઈ ક્રીઝ પર આવ્યા અને આવતાની સાથે જ તેમણે પોતાની બેટિંગથી મેચનો રસ્તો બદલી નાખ્યો અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. ઉમરઝાઈએ 21 બોલમાં 53 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ 252થી વધુ હતો.
આ દરમિયાન ઉમરઝાઈએ એશિયા કપ T20 ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો. તેણે 2022માં હોંગકોંગ સામે 22 બોલમાં અડધી સદી ફટકારનાર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો. આ સાથે ઉમરઝાઈએ પોતાની વિસ્ફોટક બેટિંગના બળ પર અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીનો રેકોર્ડ પણ તોડ્યો, જેમણે 2017માં આયર્લેન્ડ સામે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી.
સેદ્દિકુલ્લાહની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ
હોંગકોંગની બેટિંગ છુટી પડી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની ટીમ શરૂઆતથી જ દબાણ હેઠળ દેખાઈ રહી હતી. ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 94 રન બનાવી શકી હતી. બાબર હયાતે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન યાસીમ મુર્તઝા માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યો ન હતો.
અફઘાનિસ્તાન તરફથી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુલબદ્દીન નાયબ અને ફઝલહક ફારૂકીએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે કેપ્ટન રાશિદ ખાન, નૂર અહેમદ અને ઉમરઝાઈને 1-1 સફળતા મળી હતી.

