Asian Games 2026 માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડમાં થશે મોટા ફેરફાર! BCCI જલ્દી લઈ શકે છે નિર્ણય

BCCIએ તાજેતરમાં 2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, સાથે જ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમની પણ જાહેરાત કરી હતી. હવે એક અહેવાલ મુજબ, મેનેજમેન્ટ કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારોના મૂડમાં હોય તેવું લાગે છે. T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી ભારતીય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યો છે. એશિયન ગેમ્સ માટે ટીમમાં ફેરફાર કેટલાક ખેલાડીઓને બહાર કરી શકે છે.
છેલ્લી ઘડીએ ટીમમાં ફેરફાર શક્ય બની શકે છે
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમમાં છેલ્લી ઘડીએ ફેરફાર શક્ય છે. BCCI આ અંગે એશિયન ગેમ્સના અધિકારીઓનો સંપર્ક કરશે. નિયમો મુજબ, હજુ ટીમમાં ફેરફાર કરી શકાય છે. પરિણામે, કેટલાક ખેલાડીઓને બહાર કરવામાં આવે તેવી શક્યતા છે. મેનેજમેન્ટ સિનિયર ખેલાડીઓને આરામ આપીને યુવા ખેલાડીઓને વધુ તકો આપી શકે છે.
ટીમ ઈન્ડિયાની એશિયન ગેમ્સ સ્કવોડ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી.
સંજુ સેમસન પર લટકતી તલવાર
સંજુ સેમસન, જેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાને 2026ના T20 વર્લ્ડ કપનું ટાઈટલ અપાવ્યું હતું, તેને અચાનક પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો. તે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ફક્ત એક જ મેચમાં જોવા મળ્યો હતો. તે પછી વૈભવ સૂર્યવંશીએ તેનું સ્થાન લીધું. આ પ્રવાસ માટે ટીમમાં તેની વાપસી હવે અશક્ય લાગે છે. વધુમાં, સંજુ સેમસનને પણ ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું છે કે તેને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.

