ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; 4 વર્ષ બાદ ભુવનેશ્વર કુમારની વાપસી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પુરૂષ પસંદગી સમિતિએ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા અને ઈન્ડિયા 'એ'ની ટીમોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય સિનિયર ટીમ ન્યુઝીલેન્ડ સામે 5 મેચની ટી20 શ્રેણી રમશે, જ્યારે ઈન્ડિયા 'એ' ટીમ ન્યુઝીલેન્ડ 'એ' સામે 3 ચાર-દિવસીય મેચ રમશે. વનડે અને ટેસ્ટ સીરીઝ માટેની ટીમોની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. આ ટીમ સિલેક્શનમાં સૌથી મોટા સમાચાર અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી છે. શ્રેયસ અય્યરને ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને વાઈસ-કેપ્ટન તરીકે પસંદ કરાયો છે.
ભુવનેશ્વર કુમારની કયા કારણે થઈ ટીમમાં વાપસી?
ભુવનેશ્વર કુમારે પોતાની છેલ્લી ટી20 મેચ નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં રમી હતી. ત્યારબાદ તે લાંબા સમયથી નેશનલ ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો. જોકે, છેલ્લા 2 IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે કરેલા દમદાર પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લી બે સિઝનમાં તેણે શાનદાર બોલિંગ સાથે કુલ 45 વિકેટ ઝડપી હતી અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ પસંદગીને લીધે તેણે હોંગકોંગ સિક્સેસમાંથી નામ પાછું ખેંચવું પડશે, જ્યાં તેને તાજેતરમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની 16 સભ્યોની ટી20 ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડ સામે 3 મેચ માટે ભારત 'એ' ટીમની જાહેરાત
ધ્રુવ જુરેલ (કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, રવિચંદ્રન સ્મરણ, ઋષભ પંત* (વિકેટકીપર - ફિટનેસ પર આધારિત), વોશિંગ્ટન સુંદર, આકિબ નબી, આકાશ દીપ, અંશુલ કંબોજ, માનવ સુથાર, મુકેશ ચૌધરી, સાઈ સુદર્શન, યશ રાઠોડ અને મુકેશ કુમાર.

