Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Surya and Gambhir visited Hanuman temple after India won 3rd T20 World Cup

VIDEO: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ બજરંગબલીના શરણે પહોંચ્યા સૂર્યા અને ગંભીર, જય શાહ પણ સાથે જોવા મળ્યા

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનનારી ટીમ ઈન્ડિયા હજુ પણ જીતની ઉજવણીમાં ડૂબેલી છે. જોકે, આ ઐતિહાસિક ટાઈટલ જીતના થોડા કલાકો પછી એક સુંદર વીડિયો સામે આવ્યો છે.

App Store

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હેડ કોચ ગૌતમ ગંભીર અને ICC ચેરમેન જય શાહ વર્લ્ડ કપ ટ્રોફી સાથે અમદાવાદના પ્રખ્યાત હનુમાન મંદિરે પહોંચ્યા અને બજરંગબલીના આશીર્વાદ લીધા.

T20 વર્લ્ડ કપ 2026 ટ્રોફી સાથે હનુમાન મંદિર પહોંચ્યા

મેદાન પર કિવીઓને હરાવ્યા પછી અને બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ટીમના આ ખાસ સભ્યો સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક હનુમાન મંદિર ગયા અને બજરંગબલીના આશીર્વાદ લીધા હતા. આ જીત ભારતીય ક્રિકેટ માટે ઘણી રીતે ખાસ હતી. 2024 અને 2026 વચ્ચે ભારતનું આ સતત ત્રીજું ICC ટાઈટલ છે, જે ટીમને આ યુગની સૌથી સફળ આંતરરાષ્ટ્રીય ટીમોમાંથી એક બનાવે છે.

ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 જીત્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 255 રન બનાવ્યા, જે T20 વર્લ્ડ કપ ફાઈનલમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. સંજુએ સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી.

તેણે 46 બોલમાં 89 રન બનાવ્યા. આ દરમિયાન અભિષેક શર્માએ પણ ફોર્મ મેળવ્યું, તેણે 21 બોલમાં 52 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને 54 રન બનાવ્યા. 15 ઓવરના અંત સુધીમાં ભારતે 203 રન બનાવ્યા હતા. આ પછી શિવમ દુબેએ 8 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 26 રનની ઝડપી ઈનિંગ રમી અને ભારતને 20 ઓવરમાં 5 વિકેટે 255 રન સુધી પહોંચવામાં મદદ કરી.

જવાબમાં ન્યુઝીલેન્ડ 19મી ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ભારતે 96 રનથી ટાઈટલ જીત્યું. તમને જણાવી કે આ પહેલીવાર હતું જ્યારે કોઈ ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હોય અને પોતાના ઘરઆંગણે ટ્રોફી જીતી હોય. તે જ સમયે, ટીમ ઈન્ડિયા સતત બીજા એડિશનમાં આ ટાઈટલ જીતનાર પ્રથમ ટીમ પણ બની છે.