Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sunrisers Hyderabad won by 6 wickets against Mumbai Indians

VIDEO: MI vs SRH / 243 રનનો વિશાળ સ્કોર બનાવીને પણ હારી ગયું મુંબઈ, હૈદરાબાદે 6 વિકેટથી જીતી મેચ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝનની 41મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 6 વિકેટથી જીત્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન રયાન રિકેલ્ટને શાનદાર અણનમ 123 રન બનાવ્યા, જ્યારે વિલ જેક્સે પણ 46 રન બનાવ્યા, કેપ્ટન હાર્દિક પંડ્યાએ 31 રન બનાવ્યા. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે, પ્રફુલ હિંગેએ બે વિકેટ લીધી, જ્યારે ઈશાન મલિંગા, શાકિબ હુસૈન અને નીતિશ કુમાર રેડ્ડીએ એક-એક વિકેટ લીધી.

App Store

ટાર્ગેટ ચેઝ કરતા, સનરાઈઝર્સ હૈદરાબાદની ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે આક્રમક શરૂઆત આપી, પ્રથમ વિકેટ માટે 129 રનની પાર્ટનરશિપ કરી. અભિષેક 45 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો. ટ્રેવિસ હેડે પણ 76 રનની શાનદાર ઈનિંગ રમી. બંને ખેલાડીઓના આઉટ થયા પછી, હેનરિક ક્લાસેને બાજી સંભાળી અને 30 બોલમાં અણનમ 65 રન બનાવીને હૈદરાબાદને જીત અપાવી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી એએમ ગઝનફરે બે વિકેટ લીધી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી. આ હાર બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા નહીંવત છે.