Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sunrisers Hyderabad won by 33 runs against PBKS

VIDEO: SRH vs PBKS / વ્યર્થ ગઈ કૂપર કોનોલીની સદીની ઈનિંગ, હૈદરાબાદે 33 રનથી જીતી મેચ

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનની 49મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં હૈદરાબાદ 33 રનથી જીતી ગયું હતું. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

App Store

સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેન અને ઈશાન કિશને શાનદાર પ્રદર્શન કર્યું. ક્લાસેન 69 રનની શાનદાર ઈનિંગ રમી, જ્યારે ઇશાન કિશને 55 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ માટે, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ અને વિજયકુમાર વૈશાકે 1-1 વિકેટ લીધી હતી.

ટાર્ગેટ ચેઝ કરતી વખતે પંજાબ કિંગ્સની શરૂઆત નબળી રહી હતી, જેમાં તેના બંને ઓપનિંગ બેટ્સમેન, પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહની વિકેટ 4 રનમાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યર માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાંથી, કૂપર કોનોલીએ ઈનિંગને એક છેડેથી પકડી રાખી, રન રેટ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને બીજા છેડેથી અપેક્ષા મુજબનો ટેકો ન મળ્યો. કોનોલીના 59 બોલમાં અણનમ 107 રન મેચમાં મહત્ત્વપૂર્ણ સાબિત થયા, પરંતુ તે પંજાબ કિંગ્સને જીત ન અપાવી શક્યો.

પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 202 રન જ બનાવી શક્યું. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ અને શિવાંગ કુમારે બે-બે વિકેટ લીધી, જ્યારે નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન મલિંગા અને શાકિબ હુસૈને એક-એક વિકેટ લીધી હતી. આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગયું છે.