VIDEO: CSK vs DC/ નીતિશ રાણાની વિકેટથી ક્રિકેટમાં શરૂ થયો નવો વિવાદ, જાણો શું છે મુખ્ય કારણ
આઈપીએલ 2026માં ગત મંગળવારે (5 મે) દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (DC vs CSK) વચ્ચે રમાયેલી મેચમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. દિલ્હીના બેટ્સમેન નીતીશ રાણા જે રીતે આઉટ થયો, તેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને નિયમ મુજબ સાચો માની રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મેચની 10મી ઓવરમાં જ્યારે નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે નીતીશ રાણાએ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ શોટ રમ્યો હતો. આ શોટ સીધો ફિલ્ડર કાર્તિક શર્માના હાથમાં ગયો અને રાણાને પેવેલિયન ભેગા થવું પડ્યું.
વિવાદના મુખ્ય કારણ
જ્યારે રાણાએ શોટ રમ્યો, તે પહેલા જ સ્ટમ્પ પરની બેલ્સ (ગિલ્લીઓ) નીચે પડી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો બેલ્સ પહેલેથી જ પડી ગઈ હોય, તો બેટ્સમેનને કેચ આઉટ કેવી રીતે આપી શકાય?
અમ્પાયરનો નિર્ણય અને વાસ્તવિકતા
વીડિયોના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ મુજબ, બેલ્સ વિકેટકીપરના હાથ અડવાથી નહીં, પરંતુ તેજ પવન અથવા કોઈ વાઈબ્રેશનને કારણે પડી હતી. આથી અમ્પાયરે ફિલ્ડિંગ ટીમની અપીલ માન્ય રાખી અને બેટ્સમેનને આઉટ જાહેર કર્યો.
ક્રિકેટનો નિયમ શું કહે છે?
ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા MCC (Marylebone Cricket Club) ના નિયમ મુજબ જો વિકેટકીપરના કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ વગર (જેમ કે પવનથી) બેલ્સ પડી જાય, અને તે દરમિયાન બેટ્સમેન શોટ રમે અને તેનો કેચ પકડાય, તો તેને આઉટ ગણવામાં આવે છે. નીતીશ રાણાના કિસ્સામાં પણ એવું જ થયું. જ્યારે રાણાએ શોટ રમ્યો ત્યારે વિકેટકીપર સંજુ સેમસને સ્ટમ્પ સાથે કોઈ છેડછાડ કરી ન હતી અને કાર્તિકે ક્લીન કેચ પકડ્યો હતો. આથી તે નિયમ મુજબ આઉટ છે.

