Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Smriti Mandhana makes history in international cricket

સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, દુનિયામાં કોઈ મહિલા ખેલાડી નથી કરી શકી આ કારનામું

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, દુનિયામાં કોઈ મહિલા ખેલાડી નથી કરી શકી આ કારનામું
સોર્સ : gstv

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે અગાઉ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્મૃતિ મંધાનાએ ભારતની મહત્ત્વપૂર્ણ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે પોતાની સદી ચૂકી ગઈ, પરંતુ તેણે એક એવો સીમાચિહ્ન હાંસલ કર્યો જે વિશ્વની અન્ય કોઈ મહિલા ખેલાડીએ હાંસલ નથી કર્યો. તેણે માત્ર 45 બોલમાં 79 રન બનાવ્યા.

App Store

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન પહેલી મહિલા ખેલાડી બની

સ્મૃતિ મંધાના હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન બનાવનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની છે. છેલ્લી મેચમાં સ્મૃતિએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો હતો. મિતાલી રાજે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 10,868 રન બનાવ્યા હતા, જે રેકોર્ડ તેણે ઘણા સમયથી પોતાના નામે રાખ્યો હતો. મંધાનાએ હવે આ રેકોર્ડ તોડી નાખ્યો છે, 11,000 રન બનાવનારી પ્રથમ મહિલા ખેલાડી બની છે.

સ્મૃતિ મંધાનાની ક્રિકેટ કારકિર્દી

મંધાનાએ ભારત માટે નવ ટેસ્ટ રમી છે, જેમાં બે સદી અને પાંચ અડધી સદી સહિત 788 રન બનાવ્યા છે. ODIમાં મંધાનાએ 120 મેચ રમી છે, જેમાં 14 સદી અને 35 અડધી સદી સહિત 5411 રન બનાવ્યા છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 179 મેચ રમી છે, જેમાં 2 સદી અને 37 અડધી સદી સહિત 4867 રન બનાવ્યા છે.

ભારતે એશિયન ગેમ્સની ફાઈનલમાં શ્રીલંકાને 147 રનના મોટા માર્જિનથી હરાવ્યું

શ્રીલંકા સામે એશિયન ગેમ્સની ફાઈનલમાં, મંધાનાએ 45 બોલમાં 79 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા. પ્રથમ બેટિંગ કરતા ભારતે આ મેચમાં 216 રન બનાવ્યા. મંધના ઉપરાંત, શેફાલી વર્માએ પણ 48 રન બનાવ્યા. રિચા ઘોષ ફરી એકવાર 22 બોલમાં 49 રન બનાવવામાં સફળ રહી. જવાબમાં શ્રીલંકા ફક્ત 69 રન જ બનાવી શક્યું અને ભારતે 147 રનના મોટા માર્જિનથી મેચ જીતી લીધી.