Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit Sharma interacts with paparazzi at airport after fitness test

VIDEO / ફિટનેસ ટેસ્ટ આપીને પરત ફર્યો રોહિત શર્મા, એરપોર્ટ પર પાપારાઝીને કહ્યું, 'તમને કોઈ હાથ પણ..'

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Instagram/manav.manglani

ભારતીય ODI ટીમનો કેપ્ટન રોહિત શર્મા ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી મુંબઈ પરત ફર્યો છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં તેની યો-યો ટેસ્ટ લેવાઈ હતી, જેમાં તે પાસ થઈ ગયો છે. એરપોર્ટ પરનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે, "તમે તો મોટા લોકો છો ભાઈ, તમને કોઈ હાથ પણ નથી લગાડી શકતું."

App Store

'તમે તો મોટા લોકો છો ભાઈ'

રોહિત શર્માએ આ જ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, ગત વર્ષે તેણે T20I ફોર્મેટને અલવિદા કહી દીધુ હતું. તે હાલમાં માત્ર ODI ફોર્મેટમાં રમે છે. ભારતની આગામી ODI સીરિઝ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સાથે છે, આ વચ્ચે એવા સમાચાર છે કે રોહિત શર્મા તે પહેલાં ઓસ્ટ્રેલિયા-A સામે ઈન્ડિયા-A ટીમમાં પણ રમી શકે છે. રવિવારે ફિટનેસ ટેસ્ટ પાસ કરીને મુંબઈ પરત ફરેલા રોહિત શર્માએ પાપારાઝીને કહ્યું કે, "તમે તો મોટા લોકો છો ભાઈ."

વાયરલ વીડિયોમાં રોહિત શર્મા એરપોર્ટ પર છે અને આ દરમિયાન ઘણા લોકો તેના ફોટો અને વીડિયો લેવા લાગે છે. આ દરમિયાન રોહિત તેમને પૂછે છે કે, "તમે કોણ છો ભાઈ?" તો તેઓ જવાબ આપે છે કે, "અમે પાપારાઝી છીએ." તેના પર રોહિત કહે છે કે, "અચ્છા પાપારાઝી, તમે તો મોટા લોકો છો ભાઈ, તમને કોઈ હાથ પણ નથી લગાડી શકતું."

ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચની ODI સિરીઝ

ભારત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચની ODI સિરીઝ રમશે, આ રોહિત શર્મા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રોહિતની કેપ્ટનશિપમાં ભારતે આ વર્ષે  ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ફાઈનલમાં 76 રનની ઈનિંગ રમનાર રોહિતને 'પ્લેયર ઓફ ધ મેચ' નો ખિતાબ પણ મળ્યો હતો.

કાનપુરમાં ઓસ્ટ્રેલિયા-A સામે રમી શકે છે રોહિત

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયા-A ટીમ ભારત આવશે, જ્યાં કાનપુરમાં 3 મેચની ODI સિરીઝ રમાશે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રોહિત ઈન્ડિયા-A માટે રમી શકે છે. તેની પહેલી મેચ 30 સપ્ટેમ્બર, બીજી 3 ઓક્ટોબર અને ત્રીજી મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે.