VIDEO: રોહિતે ઓપનર તરીકે વન-ડેમાં 10 હજાર રન પૂરા કર્યાં, સચિન બાદ વિશ્વનો બીજો ખેલાડી
સોર્સ : gstv
રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં ઓપનિંગ બેટર તરીકે 10 હજાર રનનો માઈલસ્ટોન હાંસલ કર્યો. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ત્રીજી વન-ડેમાં માત્ર 2 રન નોંધાવતાની સાથે જ તેણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ મુકામ સુધી પહોંચનાર રોહિત શર્મા માત્ર બીજો બેટર બન્યો છે. રોહિત પહેલાં આ સિદ્ધિ માત્ર મહાન બેટર સચિન તેંડુલકરે મેળવી હતી. રોહિતે માત્ર 202મી ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.

