'ભારતીય ટીમમાં ક્યારેક તો પસંદ કરવો જ પડશે', રિયાન પરાગને પોતાની જાત પર છે પૂરો વિશ્વાસ
આસામના યુવા ખેલાડી રિયાન પરાગને પોતાના કૌશલ્ય અને પ્રતિભા પર એટલો વિશ્વાસ છે કે તે ભરપૂર આત્મવિશ્વાસથી કહે

આસામના યુવા ખેલાડી રિયાન પરાગને પોતાના કૌશલ્ય અને પ્રતિભા પર એટલો વિશ્વાસ છે કે તે ભરપૂર આત્મવિશ્વાસથી કહે છે કે ભલે ગમે તે થઈ જાય હું ભારત માટે રમીશ. પરાગે કહ્યું કે, 'ક્યારેક ને ક્યારેક તો તમારે ભારતીય ટીમમાં મારી પસંદગી કરવી જ પડશે. આ મારો વિશ્વાસ છે. હું ભારત માટે રમીશ પરંતુ એ નથી ખબર કે ક્યારે રમીશ.'
આસામના 22 વર્ષીય યુવા ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા IPLમાં 150ની નજીક સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા છે. પરાગે કહ્યું કે, 'જ્યારે હું રન નહોતો બનાવી રહ્યો, ત્યારે પણ મેં ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે હું ભારત માટે જરૂર રમીશ.'
તેણે કહ્યું કે, 'આ મારો પોતાના પર વિશ્વાસ છે. આ મારું અભિમાન નથી. જ્યારે મેં 10 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, ત્યારે મારા પિતા (રેલ્વે અને આસામના પૂર્વ ખેલાડી પરાગ દાસ) ની સાથે મારું આ જ પ્લાનિંગ હતું.' એવી શક્યતા છે કે રિયાનને અભિષેક શર્મા અને હર્ષિત રાણાની સાથે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરવામાં આવશે. પરાગે કહ્યું, 'હું ક્યારે રમીશ, તેની પર મેં વિચાર નથી કર્યો. આ સિલેક્ટર્સનું કામ છે.'






