Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RCB champions for the second consecutive year in ipl; Kohli's fifty

IPL FINAL: RCB સતત બીજા વર્ષે ચેમ્પિયન; કોહલીની ફિફ્ટી, ગુજરાતના બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
IPL FINAL: RCB સતત બીજા વર્ષે ચેમ્પિયન; કોહલીની ફિફ્ટી, ગુજરાતના બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન
સોર્સ : Google

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રભાવશાળી દેખાવ કરતાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું, આ સાથે જ RCBએ વર્ષ 2025 બાદ 2026માં પણ IPL ટાઈટલ પોતાને નામ કર્યું, મહત્વનું છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને 155 રન પર રોકી દીધું હતું, જે બાદ RCBએ 156 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો અને બીજી વાર IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. આ મેચમાં કોહલીએ 42 બોલમાં 75 રન ફટકાર્યા હતા. 

App Store

ગુજરાતના 20 ઓવરમાં 155 રન 

ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સના બેટરો કોઈ કાઠું કાઢી શક્યા નહીં, હોમ ગ્રાઉન્ડ મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ માત્ર 20 ઓવરમાં 155 રન જ બનાવી શકી, સુંદરે 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા, જ્યારે ગિલ 10 રન, સાઈ 12 રન તો બટલરે માત્ર 19 રન બનાવ્યા, RCB માટે રાસીખ સલામ ડારે ત્રણ વિકેટ તો ભુવનેશ્વર કુમાર અને હેઝલવૂડે બે-બે વિકેટ ચટકાવી હતી. 

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કાગિસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિખ સલામ ડાર