Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Questions Raised Over Umpiring in IPL 2026 Controversy on Digvesh Rathi's Catch

VIDEO: IPL 2026માં અમ્પાયરના નિર્ણય અંગે વિવાદ, દિગ્વેશ રાઠીના કેચ પર ઉભા થયા સવાલ, શું ફિન એલન સાથે થઈ ચીટિંગ?

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : X/StarSportsIndia

IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. લખનૌના બેટ્સમેન મુકુલ ચૌધરીએ શાનદાર ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ મુકાબલો પૂર્ણ થયા બાદ મેચ દરમિયાન અમ્પાયરિંગ પર ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. દિગ્વેશ રાઠીએ ફિન એલનને આઉટ કરવા માટે બાઉન્ડ્રી લાઈન પર કેચ ઝડપ્યો હતો. આ કેચથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ પહેલા બુધવારની મેચમાં ડેવિડ મિલરના શોટને રિપ્લે બતાવ્યા વિના ફોર જાહેર કરવામાં આવ્યો, જેના કારણે પણ અમ્પાયરિંગ પર પ્રશ્નો ઉભા થયા હતા.

App Store

ફિન એલને સાથે ચીટિંગ થઈ? 

લખનૌ સુપર જાયન્ટ્સ માટે પ્રિન્સ યાદવ બોલિંગ કરી રહ્યો હતો, જ્યારે ઓપનર ફિન એલન KKR તરફથી બેટિંગ કરી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ફિન એલને પોતાનું બેટ જોરથી ફેરવ્યું, બોલ હવામાં ગયો અને દિગ્વેશ રાઠીએ તેને બાઉન્ડ્રી લાઈન નજીક શાનદાર રીતે કેચ કર્યો. તેનો પગ બાઉન્ડ્રી લાઈનની ખૂબ નજીક હતો, છતાં ઓન-ફિલ્ડ અમ્પાયરે રિવ્યુ નહતો લીધો અને એલનને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. KKR એ પણ આમાં ભૂલ કરી. ટીમ પાસે અમ્પાયરના નિર્ણયની સમીક્ષા કરવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે તેમ ન કર્યું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ અમ્પાયરિંગ પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

ફિન એલનનો ફ્લોપ શો ચાલુ

કોલકાતાની ટીમે ફિન એલન 2 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. એલન T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ માટે એક શાનદાર બેટ્સમેન હતો, પરંતુ તે અત્યાર સુધી KKR માટે સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે. તેણે અત્યાર સુધી ચાર મેચમાં માત્ર 80 રન બનાવ્યા છે. ટીમમાં ટિમ સાઈફર્ટ પણ બેન્ચ પર છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ બેટિંગ લાઈનઅપમાં ફેરફાર કરવાનું વિચારી શકે છે. સાઈફર્ટ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. હાલમાં, KKR તેની પહેલી જીતની શોધમાં છે.