T20 મેચમાં 181 રન, 19 છગ્ગા... પ્રિયાંશ આર્યએ તોડ્યા 5 મોટા રેકોર્ડ, SMATમાં તમિલનાડુ સામે રચ્યો ઈતિહાસ

પ્રિયાંશ આર્યએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની બેટિંગથી ફેન્સના દિલ જીતી લીધા. તમિલનાડુ સામે પ્રિયાંશે મોટા શોટ ફટકાર્યા અને માત્ર 68 બોલમાં 181 રન બનાવ્યા. 25 વર્ષીય સ્ટાર બેટ્સમેન દિલ્હીની કેપ્ટનશિપ કરતી વખતે આ ઈનિંગ રમ્યો. તેણે 266.18ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, જેમાં 7 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા. પ્રિયાંશે SMAT 2026માં પોતાની ઈનિંગથી કેટલાક મોટા T20 ક્રિકેટ રેકોર્ડ તોડ્યા છે.
ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ T20 સ્કોર
કેએલ રાહુલે મેન્સ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે IPL 2026માં પંજાબ કિંગ્સ સામે અણનમ 152 રન બનાવ્યા હતા. હવે પ્રિયાંશ 181 રનની ઈનિંગ સાથે તેનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો છે.
T20 ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી મોટી ઈનિંગ
T20 ક્રિકેટમાં સૌથી મોટી ઈનિંગનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના લુવાન ડ્રે પ્રિટોરિયસના નામે છે. તેણે SA20 ટુર્નામેન્ટમાં 79 બોલમાં અણનમ 188 રન બનાવ્યા હતા. 181 રન બનાવીને પ્રિયાંશ આર્યએ ક્રિસ ગેલનો અણનમ 175 રનનો રેકોર્ડ તોડ્યો અને T20 ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી મોટો સ્કોર બન્યો.
કેપ્ટન તરીકે સૌથી વધુ સ્કોર
એરોન ફિન્ચે 2018માં ઝિમ્બાબ્વે સામે 172 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરતી વખતે આ સ્કોર બનાવ્યો હતો. તે T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી મોટી ઈનિંગ રમનારો ખેલાડી હતો. હવે દિલ્હીના કેપ્ટન તરીકે 181 રન બનાવ્યા પછી પ્રિયાંશે એરોનનો રેકોર્ડ તોડ્યો છે. તે કેપ્ટન તરીકે T20 ક્રિકેટમાં સૌથી મોટી ઈનિંગનો રેકોર્ડ ધરાવે છે.
એક ઈનિંગમાં સંયુક્ત રીતે સૌથી વધુ છગ્ગા
પ્રિયાંશ આર્યએ તમિલનાડુ સામે 19 છગ્ગા ફટકાર્યા. આ સાથે તે ફિન એલનની બરાબરી કરવામાં સફળ રહ્યો છે, જેણે MLC 2025માં એક ઈનિંગમાં 19 છગ્ગા ફટકાર્યા હતા. પ્રિયાંશે હવે આવી જ સિદ્ધિ હાંસલ કરી છે.
સૌથી વધુ છગ્ગા ફટકારનાર કેપ્ટન
પુનિત બિષ્ટ ભારતીય બેટ્સમેન છે જેણે T20 ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. મેઘાલયની કેપ્ટનશિપ કરતી વખતે તેણે 2021માં મિઝોરમ સામે 17 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીના કેપ્ટન પ્રિયાંશે તેનો રેકોર્ડ તોડ્યો છે. 19 છગ્ગા સાથે તે T20 ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર કેપ્ટન બની ગયો છે.









