મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

પેરિસ પેરાલિમ્પિકમાં 10મા દિવસે થશે મેડલનો વરસાદ, જાણો ભારતનું આજનું સંપૂર્ણ શેડ્યૂલ

પેરિસ પેરાલિમ્પિકમાં ગઈકાલે (6 સપ્ટેમ્બર) હાઈ જમ્પમાં એથ્લેટ પ્રવીણ કુમારે પોતાના રેકોર્ડ પ્રદર્શનને કારણે શુ

પેરિસ પેરાલિમ્પિકમાં 10મા દિવસે થશે મેડલનો વરસાદ, જાણો ભારતનું આજનું સંપૂર્ણ શેડ્યૂલ

પેરિસ પેરાલિમ્પિકમાં ગઈકાલે (6 સપ્ટેમ્બર) હાઈ જમ્પમાં એથ્લેટ પ્રવીણ કુમારે પોતાના રેકોર્ડ પ્રદર્શનને કારણે શુક્રવારે ટોક્યોના સિલ્વર મેડલને ગોલ્ડ મેડલમાં બદલ્યો હતો. આ મેડલને કારણે ભારત પેરાલિમ્પિક ગેમ્સની મેડલ ટેલીમાં કેનેડા અને કોરિયા જેવા દેશોને પછાડવામાં સફળ રહ્યું હતું. દેશના પેરા એથ્લેટ્સે પેરિસમાં તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષાઓ પર ખરા ઉતરીને આગળ વધવાનું ચાલુ રાખ્યું, પ્રવીણ કુમારે મેન્સ હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં એશિયન રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે આજે એટલે કે શનિવાર, 7 સપ્ટેમ્બરે પેરિસ પેરાલિમ્પિક્સના 10મા દિવસે ભારતનું શેડ્યૂલ નીચે મુજબ છે.

પેરા સાયકલિંગ

  • મેન્સ રોડ રેસ C1-3 (મેડલ ઈવેન્ટ) - અરશદ શેખ - બપોરે 1:00 કલાકે.
  • વિમેન્સ રોડ રેસ C 1-3 (મેડલ ઈવેન્ટ) - જ્યોતિ ગડેરિયા - બપોરે 1:05 કલાકે.

પેરા કેનોઇંગ

  • મેન્સ KL1 200 મીટર (સેમીફાઈનલ) - યશ કુમાર - બપોરે 1:30 કલાકે.
  • વિમેન્સ VL2 200 મીટર (સેમીફાઈનલ) - પ્રાચી યાદવ - બપોરે 1:58 કલાકે.
  • મેન્સ KL1 200 મીટર (મેડલ ઈવેન્ટ) - યશ કુમાર - બપોરે 2:50 કલાકે (ક્વોલિફિકેશનના આધારે).
  • વિમેન્સ VL2 200 મીટર (મેડલ ઈવેન્ટ) - પ્રાચી યાદવ - બપોરે 3:14 કલાકે (ક્વોલિફિકેશનના આધારે).

પેરા સ્વિમિંગ

  • મેન્સ 50 મીટર બટરફ્લાય S7 (હીટ્સ) - સુયશ જાધવ - બપોરે 1:55 કલાકે.
  • મેન્સ 50 મીટર બટરફ્લાય S7 (મેડલ ઈવેન્ટ) - સુયશ જાધવ - રાત્રે 10:00 કલાકે (ક્વોલિફિકેશનના આધારે).

પેરા એથ્લેટિક્સ

  • મેન્સ જેવલીન થ્રો F40, F41 (મેડલ ઈવેન્ટ) - નવદીપ - રાત્રે 10:30 કલાકે.
  • વિમેન્સ 200 મીટર T12 (મેડલ ઈવેન્ટ) - સિમરન - રાત્રે 11:04 કલાકે.
  • મેન્સ 400 મીટર T47 (મેડલ ઈવેન્ટ) - દિલીપ ગાવિત - મોડી રાત્રે 12:29 કલાકે (રવિવાર).

આ સમાચાર શેર કરો