IND U19 vs PAK U19 / ફાઈનલમાં પાકિસ્તાને જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય; જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

IND U19 vs PAK U19 / ફાઈનલમાં પાકિસ્તાને જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય; જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલ અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ, મિનિસ્ટ્રી ટર્ફ 2 ખાતે રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાનની ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમ સામે કઠિન પડકારનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન સતત બીજી ટ્રોફી જીતવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ ગ્રુપ સ્ટેજમાં મળેલી હારનો બદલો લેવા માંગે છે. આ મેચ બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થવાની ધારણા છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીત, યશવર્ધન ચૌહાણ, અર્જુન રજત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલવા, આર્યન સવસાણી, કાવ્ય પરેશ પટેલ, સી. વેંકટ.

જાહેરાત

પાકિસ્તાનઃ ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, હસનૈન અબ્બાસ ડાર, હમઝા ઝહૂર (વિકેટકીપર), મોહમ્મદ સય્યામ, અલી રઝા, નકાબ શફીક, રિઝવાનુલ્લાહ.

આ સમાચાર શેર કરો

જાહેરાત