Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Pakistan took a swipe at ICC, now fears 5 major actions that could ruin its cricket!

પાકિસ્તાને ICC સાથે પંગો લીધો, હવે 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે છે!

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાને ICC સાથે પંગો લીધો, હવે 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે છે!
સોર્સ : GSTV

પાકિસ્તાન સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામસામે આવી ગયા છે. પાકિસ્તાન સરકારે રવિવારે રાત્રે જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026માં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનાર હાઈ-પ્રોફાઈલ મેચનો બહિષ્કાર કરશે. ICC એ આ 'પસંદગીના સહભાગી' થવાના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી લીધી છે.

App Store

પાકિસ્તાન સરકારનો 'રાજકીય' વિરોધ

પાકિસ્તાન સરકારે આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લીધો હોવાનું મનાય છે. વાસ્તવમાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે ICC એ બાંગ્લાદેશને સ્કોટલેન્ડ દ્વારા બદલી નાખ્યું હતું. આ ઘટના બાદ પાકિસ્તાન સરકારે ભારત સામેના મેચનો બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, PCB પાસે ICC અને BCCI સાથે તટસ્થ સ્થળે મેચ રમવાનો બંધનકર્તા કરાર છે, જેનું ઉલ્લંઘન હવે તેમને ભારે પડી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC સોમવારે વર્ચ્યુઅલ બેઠક કરીને નીચે મુજબના પગલાં લઈ શકે છે:

ટુર્નામેન્ટમાંથી પ્રતિબંધ: પાકિસ્તાનને T20 વર્લ્ડ કપમાંથી સંપૂર્ણપણે બહાર કાઢી શકાય છે અને તેમની જગ્યાએ યુગાન્ડાને તક મળી શકે છે.

આર્થિક દંડ અને આવક પર રોક: ICC તરફથી મળતી વાર્ષિક આવક અટકાવી શકાય છે અને બ્રોડકાસ્ટરને થતા અંદાજે ₹200 કરોડના નુકસાનની ભરપાત્ર PCB એ કરવી પડી શકે છે.

દ્વિપક્ષીય શ્રેણી પર પ્રતિબંધ: અન્ય દેશો પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવાનો ઇનકાર કરી શકે છે, અથવા તે મેચોને ICC રેન્કિંગ અને WTC માં ગણવામાં નહીં આવે.

PSL પર રોક: પાકિસ્તાન સુપર લીગ (PSL) માં રમી રહેલા વિદેશી ખેલાડીઓને રમવા પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

NOC રદ કરવી: પાકિસ્તાની ખેલાડીઓને અન્ય દેશોની લીગમાં રમવા માટે અપાતી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) પર પણ રોક લાગી શકે છે.

ભારતને મળશે વૉકઓવર

જો પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ કોલંબોના મેદાન પર નહીં ઉતરે, તો ICC ના નિયમ મુજબ ભારતને 'વૉકઓવર' આપવામાં આવશે. એટલે કે ભારતીય ટીમને રમ્યા વગર જ 2 પોઈન્ટ્સ મળશે, જે સેમીફાઈનલની રેસમાં ભારત માટે ફાયદાકારક રહેશે.

ICC એ સ્પષ્ટ કર્યું છે કે વર્લ્ડ કપ જેવી વૈશ્વિક ઈવેન્ટમાં દરેક પાત્રતા ધરાવતી ટીમે નિર્ધારિત કાર્યક્રમ મુજબ રમવું જ પડે છે અને સરકારની નીતિઓને રમતમાં લાવવી તે ખેલ ભાવના વિરુદ્ધ છે.