VIDEO: કોલંબો ટેસ્ટમાં શ્રીલંક હારની કગાર પર, ભારત ક્વીનસ્વીપ સાથે સીરિઝ જીત તરફ
સોર્સ : gstv
શ્રીલંકા સામેની સીરિઝમાં ક્લીનસ્વીપ સાથે જીત તરફ ટીમ ઈન્ડિયા આગળ વધી રહી છે. કોલંબો ટેસ્ટમાં ફોલોઓન થયા બાદ શ્રીલંકા હારની કગાર પર છે. પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના 503 રનના જવાબમાં પ્રથમ ઈનિંગમાં લંકન ટીમ 290 રન ઓલઆઉટ થઈ. સોનલ દિનુસાની સદી પણ યજમાન ટીમને ફોલોઓનથી ન બચાવી શકી. તો બીજી ઈનિંગમાં ચોથા દિવસની રમતના અંતે શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યાં. 8 રનથી સદી ચૂકેલા પસિંદુ અને મેન્ડિસે 55 રન બનાવી સ્થિતિ સંભાળી પરંતુ બંનેની વિકેટ બાદ હવે હારથી બચવાનો પડકાર ઉભો થયો છે. બીજી ઈનિંગમાં માનવ સુથારે બે વિકેટ ઝડપી જ્યારે ક્રિષ્ના, સિરાજ, સારાંશ જૈન અને જાડેજાને એક-એક વિકેટ મળી.

