IPL 2027 / મુંબઈ ઈન્ડિયન્સ આજે નવા કેપ્ટનની જાહેરાત કરશે, આ તારીખનું હાર્દિક પંડ્યા સાથે છે ખાસ કનેક્શન

IPL 2027 / મુંબઈ ઈન્ડિયન્સ આજે નવા કેપ્ટનની જાહેરાત કરશે, આ તારીખનું હાર્દિક પંડ્યા સાથે છે ખાસ કનેક્શન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મુંબઈ ઈન્ડિયન્સને આજે નવો કેપ્ટનને મળશે. આગામી IPL સિઝન શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ ટીમની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. હાર્દિક પંડ્યા ટીમ છોડી ચૂક્યો છે, પરંતુ આજની તારીખ, 27 નવેમ્બર સાથે તેનું ખાસ કનેક્શન છે. દરમિયાન, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોહિત શર્મા ફરીથી ટીમનો હવાલો સંભાળશે. આગામી IPL માટે ઓક્શન 16 ડિસેમ્બરે યોજાવાનું છે.

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી પંજાબ કિંગ્સમાં ગયો

હાર્દિક પંડ્યાએ IPL 2027 પહેલા ટીમ સાથે લગભગ ત્રણ વર્ષ વિતાવ્યા છે. તેને રિટેન્શન પીરિયડ પહેલા જ ટ્રેડ કરવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સમાં ટ્રેડ કર્યો છે, તેના સ્થાને અર્શદીપ સિંહને લેવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ હવે આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે એકસાથે બોલિંગ કરતા જોવા મળશે.

જાહેરાત

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન આજે સાંજ સુધીમાં નક્કી કરવામાં આવશે

આ દરમિયાન ટીમે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે નવા કેપ્ટનની જાહેરાત 27 નવેમ્બરની સાંજે કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, આજના દિવસે એટલે કે 27 નવેમ્બરે ત્રણ વર્ષ પહેલા 2023માં હાર્દિક પંડ્યા ફરીથી ટીમમાં જોડાયો હતો. આ જાહેરાત પણ 27 નવેમ્બરે કરવામાં આવી હતી. જોકે, હાર્દિકની કેપ્ટનશિપ હેઠળ ટીમ ત્રણ વર્ષમાં કંઈ ખાસ હાંસલ કરવામાં નિષ્ફળ ગઈ. ફાઈનલ રમવાની કે જીતવાની તો વાત જ છોડી દો, ટીમ ત્રણ સિઝનમાંથી બેમાં અંતિમ ચારમાં પણ નહતી પહોંચી શકી.

રોહિત શર્મા ફરીથી કેપ્ટન બને તેવી શક્યતા

મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન કોણ બનશે તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. ટીમ પાસે સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા જેવા વિકલ્પો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે ટીમને પાંચ ટાઈટલ અપાવનાર રોહિત શર્માને કમાન સોંપવામાં આવશે. જોકે, આ હજુ પણ ચર્ચાનો વિષય છે. આજે સાંજે કેપ્ટન જાહેર કરવામાં આવશે. આ પછી ટીમ એક નવા યુગમાં પ્રવેશ કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત