Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : MS Dhoni Video: Chennai Super Kings shared a fun video of Dhoni, it went viral

MS Dhoni Video: ચેન્નાઈ સુપર કિંગ્સે શેર કર્યો ધોનીનો મસ્તી વાળો વીડિયો, થઈ ગયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : X

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે IPL 2026 માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટીમે 1 માર્ચથી કેમ્પ શરૂ કર્યો હતો. જેમાં અનેક ભારતીય સ્ટાર્સ પહેલા દિવસથી જ કેમ્પનો ભાગ છે. જો કે, બધાની નજર હજુ પણ દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની પર છે. સોશિયલ મીડિયા પર ધોનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીનો એક મસ્તી વાળો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અમ્પાયર તરીકે કામ કરતો અને વાઈડ બોલનો ઈશારો કરતો જોવા મળે છે.

App Store

CSK કેમ્પમાંથી વાયરલ થયો MS ધોનીનો જોરદાર વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. જેમાં મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરતો જોવા મળે છે. આ સમયે એક બોલ વાઈડ આવતા ધોની મસ્તીના અંદાજમાં વાઈડ સિગ્નલ કરવા લાગ્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ચાહકો તેને ધોનીનો ડાન્સ પણ કહી રહ્યા છે. 

જ્યારથી મહેન્દ્ર સિંહ ધોની CSK ટીમમાં જોડાયો છે, ત્યારથી ફ્રેન્ચાઇઝી સોશિયલ મીડિયા પર તેમના વીડિયો શેર કરી રહી છે. પ્રેક્ટિસના પહેલા દિવસે CSKએ ધોની અને રુતુરાજ ગાયકવાડનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ધોની અને ગાયકવાડ એકસાથે રમતા જોવા મળે છે. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને ધોનીની જોડી છઠ્ઠી વખત CSKને ચેમ્પિયન બનાવવાની તૈયારી કરી રહી છે.

IPL 2026 માટે CSKની ટીમ

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, ઉર્વિલ પટેલ (વિકેટકીપર), શિવમ દુબે, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, નાથન એલિસ, સંજૂ સેમસન(વિકેટકીપર), કાર્તિક શર્મા(વિકેટકીપર), પ્રશાંત વીર, રાહુલ ચહર, અકીલ હુસૈન, મેટ હેનરી, મેથ્યુ શોર્ટ, અમન ખાન, સરફરાઝ ખાન, ઝકારી ફાઉલ્કેસ.