Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mohammad Amir cleared for IPL action

VIDEO: મોહમ્મદ આમિરનું IPL રમવાનું સપનું થઈ શકે છે પૂર્ણ, જાણો કેવી રીતે સાફ થયો આગામી ઓક્શન માટેનો રસ્તો

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે પાકિસ્તાની ખેલાડીઓ પર IPLમાં પ્રતિબંધ હોવા છતાં, આમિર આગામી સિઝનની હરાજી (IPL 2027 Auction) માં સામેલ થઈ શકે છે.

App Store

કેવી રીતે ખૂલ્યો આમિર માટે IPLનો રસ્તો?

નિયમ મુજબ, બીસીસીઆઈ (BCCI) પાકિસ્તાની ક્રિકેટરોને IPLમાં રમવાની મંજૂરી નથી આપતી. જોકે, મોહમ્મદ આમિરને હવે સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકતા (British Citizenship) મળી ગઈ છે. આમિરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ રીપોસ્ટ કરીને પોતાના નેશનાલિટી સ્ટેટસમાં થયેલા આ ફેરફારની પુષ્ટિ કરી છે. તેની પત્ની નરગિસ ખાન બ્રિટિશ નાગરિક હોવાથી આમિર યુકે (UK) ના પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં હતો, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. બ્રિટિશ નાગરિક બન્યા બાદ હવે આમિર 'બ્રિટિશ ઓવરસીઝ પ્લેયર' તરીકે IPL ઓક્શનમાં પોતાનું નામ નોંધાવવા માટે સંપૂર્ણ લાયક (Eligible) બની ગયો છે.

આ પૂર્વે પાકિસ્તાની ચેટ શો ‘હારના મના હૈ’ માં પણ આમિરે આ અંગે સંકેત આપતા કહ્યું હતું કે, "જો મને બ્રિટિશ પાસપોર્ટ મળી જશે, તો આગામી વર્ષ સુધી મને IPLમાં રમવાની તક મળી શકે છે, અને જો તક મળશે તો કેમ નહીં? હું ચોક્કસ IPLમાં રમીશ."

બે વાર નિવૃત્તિ અને શાનદાર કરિયર

34 વર્ષીય મોહમ્મદ આમિર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બે વાર નિવૃત્તિ લઈ ચૂક્યો છે. 2024ના ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે તેણે નિવૃત્તિ પાછી ખેંચી હતી, પરંતુ પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જતાં તેણે ફરીથી સંન્યાસ લઈ લીધો હતો. આમિરે પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 ODI અને 62 T20I મેચ રમી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી પણ તેને વર્લ્ડનો બેસ્ટ બોલર ગણાવી ચૂક્યો છે જેનો સામનો કરવામાં તેને પણ તકલીફ પડતી હતી. 

મેગા ઓક્શનમાં ટીમો કેમ લગાવશે દાવ?

IPLની તમામ ફ્રેન્ચાઇઝીઓ હંમેશા એવા ડાબા હાથના ફાસ્ટ બોલરની શોધમાં હોય છે જે નવી બોલને સ્વીંગ કરાવી શકે અને ડેથ ઓવર્સમાં રન રોકી શકે. આમિર વિશ્વભરની T20 લીગ (ILT20, CPL, BPL) નો જાણીતો ચહેરો છે. જો તે આગામી વર્ષે બ્રિટિશ નાગરિક તરીકે ઓક્શન પૂલમાં સામેલ થશે, તો અઝહર મહમૂદ (જેઓ બ્રિટિશ નાગરિક તરીકે IPL રમ્યા હતા) બાદ તે IPL રમનારો બીજો પાકિસ્તાની મૂળનો ખેલાડી બનશે.