Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mittal Family Acquires Rajasthan Royals for 15 thousand Crore

VIDEO: IPLમાં મેગા ડીલ... મિત્તલ પરિવારે 15 હજાર કરોડમાં ખરીદી રાજસ્થાન રોયલ્સની ટીમ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL ફ્રેન્ચાઈઝિ રાજસ્થાન રોયલ્સ (RR) સંબંધિત એક મોટો બિઝનેસ સોદો બહાર આવ્યો છે. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અને આદિત્ય મિત્તલના નેતૃત્વ હેઠળના મિત્તલ પરિવારે અદાર પૂનાવાલાની ભાગીદારીમાં રાજસ્થાન રોયલ્સ ખરીદવા માટે કરાર કર્યો છે.

App Store

આ ડીલની કુલ વેલ્યુ આશરે 1.65 બિલિયન યુએસ ડોલર (આશરે 15,660 કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે. આમાં માત્ર IPL ટીમ જ નહીં, પરંતુ સાઉથ આફ્રિકાની પાર્લ રોયલ્સ અને કેરેબિયન પ્રીમિયર લીગ ટીમ બાર્બાડોસ રોયલ્સનો પણ સમાવેશ થાય છે.

આ ડીલ પૂર્ણ થયા પછી, મિત્તલ પરિવાર લગભગ 75% હિસ્સો ધરાવશે, જ્યારે અદાર પૂનાવાલા લગભગ 18% હિસ્સો જાળવી રાખશે. બાકીનો આશરે 7% હિસ્સો મનોજ બડાલે સહિત હાલના રોકાણકારો પાસે રહેશે. બડાલે ટીમ સાથે સંકળાયેલા રહેશે અને ફ્રેન્ચાઈઝી સાથે મુખ્ય ભૂમિકા ભજવશે.

BCCI તરફથી હજુ મંજૂરી નથી મળી

જોકે, આ ડીલ હજુ સુધી સંપૂર્ણ રીતે અંતિમ સ્વરૂપ નથી પામી. તેને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI), ભારતીય સ્પર્ધા પંચ (CCI) અને IPL ગવર્નિંગ કાઉન્સિલ સહિત અન્ય નિયમનકારી સંસ્થાઓની મંજૂરી મળવાની બાકી છે. આ પ્રક્રિયા 2026ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ સોદા બાદ, લક્ષ્મી નિવાસ મિત્તલ, આદિત્ય મિત્તલ, વનિષા મિત્તલ ભાટિયા, અદાર પૂનાવાલા અને મનોજ બડાલે રાજસ્થાન રોયલ્સ બોર્ડમાં જોડાશે. લક્ષ્મી મિત્તલે આ પ્રસંગે કહ્યું કે તેમનો રાજસ્થાન સાથે ઊંડો સંબંધ છે અને ક્રિકેટ તેમના હૃદયની ખૂબ નજીક છે, તેથી રાજસ્થાન રોયલ્સ કરતાં વધુ સારી ટીમ કોઈ ન હોઈ શકે.

આદિત્ય મિત્તલે IPLને વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગમાંની એક ગણાવતા કહ્યું કે તેઓ આ ટીમનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અદાર પૂનાવાલાએ પણ આ રોકાણ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે રાજસ્થાન રોયલ્સ એક મજબૂત વારસો ધરાવતી ફ્રેન્ચાઈઝી છે, જેને આગળ વધારવામાં તેઓ યોગદાન આપવા માંગે છે.