Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mitchell Starc creates history with 6 wickets

VIDEO: મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો, WTCમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ મેકેમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બોલર્સે કેપ્ટન કમિન્સના નિર્ણયને સાચો સાબિત કર્યો. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં સૌથી સફળ બોલર હતો. તેણે એકલા હાથે છ બાંગ્લાદેશી બેટ્સમેનોને આઉટ કર્યા. સ્ટાર્કે આ ઈનિંગમાં છ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો. તે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

App Store

મિચેલ સ્ટાર્કે અત્યાર સુધી WTCમાં કેવું પ્રદર્શન કર્યું છે?

મિચેલ સ્ટાર્કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં 56 મેચ રમી છે અને 230 વિકેટ લીધી છે. સ્ટાર્કે આ રેકોર્ડમાં નાથન લિયોનને પાછળ છોડી દીધો છે. લિયોને WTCમાં 57 મેચમાં 225 વિકેટ લીધી છે. આ જ મેચમાં, કેપ્ટન પેટ કમિન્સે પણ પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી, જેના કારણે તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં નાથન લિયોન સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયો હતો. WTCમાં અત્યાર સુધી 200 કે તેથી વધુ વિકેટ લેનારા આ માત્ર ત્રણ બોલર છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિન દિગ્ગજ આર. અશ્વિન 195 વિકેટ સાથે ચોથા સ્થાને છે.

સ્ટાર્કે 22 બોલમાં 5 વિકેટ પૂરી કરી

મિચેલ સ્ટાર્કે મેકેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં માત્ર 22 બોલમાં 5 વિકેટ લઈને ફરી એકવાર સૌથી ઝડપી 5 વિકેટ લેનારા બોલર્સની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 2025માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 15 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરીને, ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી 5 વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ પણ તેના નામે છે. ઓસ્ટ્રેલિયાનો એર્ની ટોશેક બીજા સ્થાને છે, જ્યારે ઇંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ ત્રીજા સ્થાને છે. આ ઈનિંગ પછી, સ્ટાર્ક પાંચમા સ્થાને છે.

બાંગ્લાદેશની પહેલી ઈનિંગ 64 રન સુધી મર્યાદિત રહ્યો હતો

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ ટેસ્ટ મેચની વાત કરીએ તો, બાંગ્લાદેશ તેની પહેલી ઈનિંગમાં ફક્ત 64 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ તરફથી શરીફુલ ઇસ્લામે સૌથી વધુ રન બનાવ્યા હતા, તેણે 19 બોલમાં 14 રન બનાવ્યા હતા. આ ઈનિંગ ચાર બેટ્સમેન કોઈ રન બનાવ્યા વિના પવેલિયન પાછા ફર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે છ, પેટ કમિન્સે ત્રણ અને જોશ હેઝલવુડે એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા પહેલી ટેસ્ટ હારી ગયું હતું.