Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Kuldeep Yadav set to get married with Vanshika on this day

VIDEO: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ લગ્ન કરવા જઈ રહ્યો છે કુલદીપ યાદવ, આ તારીખે વંશિકા સાથે લેશે સાત ફેરા

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવ હવે ટૂંક સમયમાં એક નવી સફર શરૂ કરી રહ્યો છે. કુલદીપ 14 માર્ચ, 2026ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. અહેવાલો અનુસાર, લગ્ન સમારોહ ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીના એક લક્ઝરી રિસોર્ટમાં યોજાશે. આ ખાસ પ્રસંગે ફક્ત નજીકના સંબંધીઓ અને પસંદગીના મહેમાનો જ હાજરી આપશે.

App Store

લગ્નના એક દિવસ પહેલા 13 માર્ચે હલ્દી અને મહેંદી ફંક્શન યોજાશે. આ પરંપરાગત સમારોહ પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવણીનો પ્રસંગ હશે. કુલદીપ યાદવ અને વંશિકાની સગાઈ 4 જૂન, 2025ના રોજ લખનૌની એક હોટલમાં થઈ હતી. તેમના લગ્ન નવેમ્બર 2025માં નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય ટીમના વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર અને T20 વર્લ્ડ કપ માટે કુલદીપની પસંદગીને કારણે લગ્નની તારીખ મુલતવી રાખવામાં આવી હતી.

કુલદીપ યાદવના પિતા રામ સિંહ યાદવ 8 માર્ચ, રવિવારના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને લગ્ન અને રિસેપ્શનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. લગ્ન બાદ 17 માર્ચે લખનૌના હોટેલ સેન્ટ્રમ ખાતે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) ના અધિકારીઓ, ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો અને અન્ય મહેમાનો સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

કુલદીપ યાદવે પાકિસ્તાન સામે મેચ રમી હતી

કુલદીપ યાદવ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. કુલદીપે આ ટુર્નામેન્ટમાં ફક્ત એક જ મેચ રમી હતી, પાકિસ્તાન સામે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કુલદીપે 14 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ચાઈનામેન બોલર કુલદીપ યાદવે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ માટે 191 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 22.50ની એવરેજ અને 4.84ની ઈકોનોમી સાથે 365 વિકેટ લીધી છે. 31 વર્ષીય કુલદીપે 9 વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.