ભારતની જીત બાદ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન, વાયરલ થયો VIDEO
સોર્સ : GSTV
ભારતે રવિવારે T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. આ જીત બાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર તેમના પરિવાર સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન ભારતના બે સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન તેમની ગર્લફ્રેન્ડ સાથે જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે. હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન ભારતની જીત બાદ મેદાન પર તિરંગા સાથે ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા અને ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા પણ તેમની સાથે ઉજવણી કરી રહી છે. હાર્દિક અને ઈશાન ડાન્સ કરી રહ્યા છે, જ્યારે માહિકા અને અદિતિ ચીયર કરી રહી છે.

